________________
૧૯૭
મંત્રવિદ્યાનો પ્રભાવ
“આ વિષમ જંગલમાં આ મહાત્માઓ કેમ ભમે છે? તરત જ તે લિપતિ સાધુઓની પાસે ગયે, અને પૂછયું કે, આપ આ જંગલમાં કેમ ફરે છે ?”
સાધુઓએ કહ્યું કે– “અમે રસ્તો ભૂલી ગયા છીએ.” અને એ જ વખતે એ ભીલપતિની પત્નીએ આવીને કહ્યું – “હે સ્વામીનાથ ! આ મહા તપસ્વી પવિત્રાત્માઓને આપ આ ભયંકર અરણ્યથી બહાર પહોંચાડી ચોગ્ય રસ્તે બતાવે. અને અતિ કનિ તપથી પરિક્ષણ થઈ ગયેલા, એમને ફલકુલાદિ આપી પ્રસન્ન કરે ! વિધિએ તમને આ રીતે નિધાનને જ લાભ આપ્યો છે.”
એ સાંભળીને ભીલપતિને પણ અતિ હર્ષ થશે અને તેણે જંગલમાંથી ફળ વગેરે લાવીને મુનિઓ પાસે વિનયપૂર્વક મૂક્યાં મુનિઓએ કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! શ્રી જિનેશ્વરદેએ આ આહાર નિષેધ કરેલ છે તેથી આ સચેતન ફળાદિ લેવાં એ એમને કલ્પ નહિ.”
ત્યારે ભીલપતિ કહેવા લાગ્યું કે, “તમારે ગમે તેમ કરીને અમારા પર અનુગ્રહ તે કરે જ પડશે. તમે અનુગ્રહ નહિ કરે, તો અમોને અતિ વિષાદ થશે.” | મુનિઓમાં જે ગીતાર્થ હતા એમણે એ પતિ પત્નીને પૂર્ણ પ્રેમમયભાવ છે અને પિતાનું જે કર્તવ્ય હતું તે પણ લક્ષ્યમાં રાખ્યું. પછી તેમણે એવી ચીજો જે સાધુએને કામમાં આવી શકે તે લાવવા કહ્યું. ભીલપતિએ એથી