SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ મંત્રવિદ્યાનો પ્રભાવ “આ વિષમ જંગલમાં આ મહાત્માઓ કેમ ભમે છે? તરત જ તે લિપતિ સાધુઓની પાસે ગયે, અને પૂછયું કે, આપ આ જંગલમાં કેમ ફરે છે ?” સાધુઓએ કહ્યું કે– “અમે રસ્તો ભૂલી ગયા છીએ.” અને એ જ વખતે એ ભીલપતિની પત્નીએ આવીને કહ્યું – “હે સ્વામીનાથ ! આ મહા તપસ્વી પવિત્રાત્માઓને આપ આ ભયંકર અરણ્યથી બહાર પહોંચાડી ચોગ્ય રસ્તે બતાવે. અને અતિ કનિ તપથી પરિક્ષણ થઈ ગયેલા, એમને ફલકુલાદિ આપી પ્રસન્ન કરે ! વિધિએ તમને આ રીતે નિધાનને જ લાભ આપ્યો છે.” એ સાંભળીને ભીલપતિને પણ અતિ હર્ષ થશે અને તેણે જંગલમાંથી ફળ વગેરે લાવીને મુનિઓ પાસે વિનયપૂર્વક મૂક્યાં મુનિઓએ કહ્યું કે, “હે દેવાનુપ્રિય ! શ્રી જિનેશ્વરદેએ આ આહાર નિષેધ કરેલ છે તેથી આ સચેતન ફળાદિ લેવાં એ એમને કલ્પ નહિ.” ત્યારે ભીલપતિ કહેવા લાગ્યું કે, “તમારે ગમે તેમ કરીને અમારા પર અનુગ્રહ તે કરે જ પડશે. તમે અનુગ્રહ નહિ કરે, તો અમોને અતિ વિષાદ થશે.” | મુનિઓમાં જે ગીતાર્થ હતા એમણે એ પતિ પત્નીને પૂર્ણ પ્રેમમયભાવ છે અને પિતાનું જે કર્તવ્ય હતું તે પણ લક્ષ્યમાં રાખ્યું. પછી તેમણે એવી ચીજો જે સાધુએને કામમાં આવી શકે તે લાવવા કહ્યું. ભીલપતિએ એથી
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy