________________
૨૦૧
મંત્રવિદ્યાનો પ્રભાવ કરી શક્યાં અને સમાધિપૂર્ણ મૃત્યુને ભેટયા. એ કંઈ નવકાર મંત્રને જે તે પ્રભાવ છે? શ્રી નવકારમંત્ર ગણનારે તે આવા સત્ત્વશીલ અને નિયમપાલક બનવા પ્રયત્ન કરવું જોઈએ. પૌગલિક સુખની લાલસાથી શ્રી નવકારમંત્ર ગણનારે એવી આફતમાં સ્થિર રહી શકે ? કે પછી, અપવાદ આદિને નામે નિયમનો ભુક્કો બોલાવી દે? માટે દરેક વાતને, જ્ઞાનીઓના દરેક કથનના મર્મને વિચારતાં અને સમજતાં શીખે.
નમકારમંત્રનું ફળ જે આત્માએ આત્માર્થે શુદ્ધ ભાવથી નવકારમંત્રનું સ્મરણ કરે છે, તેના માટે તે નિર્જરા સિવાય બીજો કોઈ હેતુ ન જ સંભવે. જે આત્માએ શુદ્ધ ભાવથી નમસ્કાર મંત્રનું મરણ કરે છે, તેને કેટલું લાભ થાય છે તે બતાવતાં કહે છે કે –
“ઓગણસ લાખ ત્રેસઠ હજાર બસેં બાસઠ પલ, ત્યાં સુધી તે ભેગવે નવકાર મંત્રનું ફલ.”
૧૯ લાખ, ૬૩ હજાર અને ૨૬ર પાયમ દેવનું આયુષ્ય બાંધે. એ વખતે જે આયુષ્યનો બંધ પડ્યો ન હોય, તે નરક તિય ગતિના બંધને વિચ્છેદ થઈ જાય. આ તો થઈ દ્રવ્ય લોભની વાત. અને ભાવથી તે કર્મની નિર્જરા જ થાય, કર્મના ભુક્કો ઉડાડી દે. આવો અદ્દભુત છે પંચપરમેષ્ઠિ મહા નમસ્કારમંત્ર. એ દુઃખને નાશ કરે, પણ કોઈ કાળે દુઃખ આપે નહિ. “સુખમાં સમરે, દુઃખમાં સમરે, સમર દિન ને રાત, જીવતા સમરે, મરતા સમરે, સમરે સૌ સંગાત, સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂર્વને સાર.”
-
-
-
-