________________
૨૦૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મુસલમાનભાઈ નવકારમંત્ર દ્વારા કેઈને વીંછી કરડો હોય તેના, સર્પ કરડ્યા હોય તેના ઝેર ઉતારવા લાગ્યો. કઈ પણ મંત્ર કે એત્ર પાછળ શ્રદ્ધાનું બળ જોઈએ. શ્રદ્ધા વિનાના મંત્ર દારુ વિનાના ભડાકા જેવાં છે. નવકારમંત્ર શ્રદ્ધાપૂર્વક જપવામાં આવે તો ઈન્દ્રના ઈન્દ્રાસન ડોલાવી નાખે. સૂતા પહેલાં નવકારમંત્ર શ્રદ્ધાપૂર્વક ગણવો જોઈએ, જાગૃત થાય ત્યારે પણ નમસ્કાર મંત્ર જપે અને ત્યાર પછી જ નેત્ર ખેલવાં અને હરેક ક્રિયા કરતાં પહેલાં નવકાર મંત્ર જપ જોઈએ. પેલે મુસલમાન મક્કા હજ કરીને આવ્યો. ગામમાં તેની પ્રશંસા થવા લાગી. મંત્ર વડે ઘણાંના ઝેર ઊતર્યા. પેલા વેપારીઓ બસે રૂપિયાની માંગણી કરી. મુસલમાને કહ્યું: “મારી પાસે રૂપિયા છે જ નહિ તે હું કેવી રીતે આપું ?” છે ત્યારે વ્યાપારીએ કહ્યું “એક કામ કર તે હું તારા રૂપિયા આવી ગયા માની લઉં, જે મંત્ર વડે તું પૂજાઈ રહ્યો છે તે મને આપ, લખતવાર કરી આપું કે રૂપિયા આવી ગયા છે.”
“આ સાંભળી તે બે મારા ગુરુએ કેઈને પણ કહેવાની ના પાડી છે.”
અરે ભાઈ! દરેક મંત્રો બીજાને શીખવવામાં આવે છે અને તેથી જ તેને પ્રચાર થાય છે, અને મંત્રની પરંપરા ટકી - રહે છે.
મુસલમાને વિચાર કર્યો, “મારી પાસે રૂપિયા તે નથી, આને મંત્ર શીખવી દઉં, એટલે ચિંતા મટી જાય.” તેણે એક