________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૨૦૯, કાગળ પર નવકાર મંત્ર લખી શેઠને આપે, વેપારીએ તે હાથમાં લીધો અને મંત્ર જોઈ પોતાના ચાર વર્ષના બાળકે રમેશને બોલાવી કહ્યું, “બેટા નવકાર બેલ.” રમેશ સત્વર બેલી ગયો. આ નવકાર તો અમને બધાને આવડે છે. એમાં શું? તું ખોટું બોલે છે. તારે સાચો મંત્ર આપે નથી એટલે આ મંત્ર આપી દીધું. આ સાંભળી મુસલમાન ભાઈની શ્રદ્ધા પણ વિચલિત થઈ ગઈ.
નવકારમંત્રના મહાપ્રભાવને નહીં સમજનારા જેને, એમાં શું ? એમ બોલે છે. પણ આ શબ્દ શ્રદ્ધાની ખામી સૂચક છે. શ્રદ્ધા હોય તે સર્પની ફૂલમાળ થઈ જાય છે. અગ્નિ પાછું થઈ જાય છે, ઝેર અમૃત રૂપ બની જાય છે. શૂળીનું સિંહાસન બની જાય છે. જોઈએ શ્રદ્ધા. એક વખત દિલ્હીના બાદશાહના પુત્રને સર્પ દંશ દીધે-મંત્રાદિ ઘણા ઉપાયો કર્યા છતાં ઝેર ન જ ઉતર્યું. ત્રણ દિવસ સુધી સતત પ્રયત્ન કરવા છતાં બધાં પ્રયત્નો નિષ્ફળ નીવડયા. અંતે દુઃખતા દિલે રાજકુમાર મરી ગયા છે, એમ માની જનાજો કાઢો. તે વખતે બે ભાવસાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમણે પૂછ્યું, “કેનું મૃત્યુ થયું છે ? ” બાતમી મળી, રાજકુમારને ઝેર ચડયું અને મરણ શરણ થયા છે. તેઓ બંને આગળ આવ્યા, અને રાજકુમારના મૃત દેહને તેઓ બંનેની આગળ બહાર કાઢવા કહ્યું, પછી તેમના હૃદય. નાડી પર હાથ લગાવ્યો. તાળવે હાથ ફેરવતાં જણાયું કે ઊંડે, ઊડે જીવ છે. ત્યાં જ બધા બેસી ગયા અને ભક્તામર
ત્ર બેલવાનું શરૂ કર્યું. જ્યારે નીચે લખેલ લેક બોલવામાં આવ્યો ત્યારે ચમત્કાર સજાશે– મં. ૧૪