________________
૨૦૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છતાં આપણે કહીએ છીએ કે વર્તમાન કાળે કંઈ સફળ થતું નથી.
જામનગરના શ્રાવક ગુલાબચંદભાઈ કેન્સરની વિકરેલી ગાંઠમાં મરવાની અણી પર હતા ને એમને એમ થયું કે
આમ મારું એના કરતાં નવકારમંત્રનું સ્મરણ કરતા મરું તે સદ્ગતિ તે થાય,” તેથી પ્રબલ શ્રદ્ધાથી નવકારમંત્રની ધૂનમાં ચડી ગયા, ને એ નવકારમહામંત્રે એમની કેન્સરની ગ્રંથિને નષ્ટ કરી દીધી, અને આજે એ જીવંત છે.
ઈન્કમટેક્ષ કમિશનરે અમદાવાદના એક વેપારી પર રૂ. ૩૩,૦૦૦નું છેટું એસેસમેન્ટ કરેલું. વેપારીએ લાંચ-રૂશ્વતમાં -જવાને બદલે કેરટને આશ્રય લીધે. કેરટે આજે મોટા ભાગે આવી બાબતમાં સરકાર પક્ષે જાય છે, પરંતુ આ વેપારી નવકારમંત્રની અપાર શ્રદ્ધાવાળા તે જજમેન્ટ વખતેય નિરાતે નવકારમંત્ર જપતા હતા અને જજમેન્ટમાં એસેસમેન્ટ રદ થયું.
બિહાર–આસામના એક મિયાભાઈને સંતસંગના પ્રતાપે નવકારમંત્ર પર અજબ શ્રદ્ધા સાથે આખે દિવસ લગનપૂર્વક
મરણ, ચિંતન કરે. આથી તેના ધર્મવાળા બીજા મિયા ભાઈઓએ એને કાફર ગણી તેને મારવા માટે એના સુવાના પલંગ નીચે ગુપ્તપણે કરંડિયામાં સર્પ મૂકેલો. આ મિયાભાઈ
બહારથી આવી પલંગ પાસે જાય ત્યાં પલંગ પર સર્પ જો, - તે પણ જરા માત્ર ગભરાયા વિના ત્રણ નવકારમંત્ર ગણ્યા
અને તેના પ્રભાવે સર્ષ બીજી તરફથી ઉતરીને ચાલ્યા ગયે. પોતે શાંતિથી નવકારનું સ્મરણ કરતાં કરતાં ત્યાં જ સૂતે.