________________
૧૦૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
દૂધ, દહીં, ઘી, દાળ, રોટલા વગેરે લાવીને ઉલ્લાસપૂર્ણ ભાવે વહોરાવ્યા. ત્યારબાદ એ મુનિઓને તે પતિ-પત્નીએ જંગલ વટાવીને માર્ગે ચડાવી દીધા.
આ સેવાનો સુવર્ણ અવસર પિતાને પ્રાપ્ત થયે તેથી તેઓ બને પિતાને ધન્ય માનવા લાગ્યાં, પિતાના જીવનને કૃતાર્થ માનવા લાગ્યાં. મુનિઓએ પણ જોયું કે જે લાયક છે. આથી તેમણે તેમને ભગવાને કહેલા ધર્મને ઉપદેશ આપે. એ પતિ-પત્નીને પણ કર્મને એ ઉપશમભાવ થઈ જવા પામ્યો કે એ બંનેને ભગવાને કહેલા ધર્મ પર શ્રદ્ધા, પ્રતિતી અને રુચિ થઈ અને તેને સ્વીકાર કર્યો.
ત્યારબાદ મુનિઓએ તેમને શ્રી નમસ્કારમંત્ર શીખવ્યું. અને તે પણ તે બનેએ ભક્તિ તથા વિનયપૂર્વક ગ્રહણ કર્યો. આટલું કર્યા પછી મુનિઓએ તેમને એક નિયમ કરાવ્યું. એ નિયમ પણ સામાન્ય કેટીને ન હતો. અવસરે એ નિયમ પાળ મહા કઠિન હતો. વળી તેઓ હિંસક હતા, અતિ વિષયમૃદ્ધ હતા, છતાં મુનિઓએ પિતાના જ્ઞાન બળે જોયું કેઆ લોકે લીધેલા નિયમને પ્રાણાતે પણ તેડનાર નથી અને આ નિયમથી તેમને મહાલાભ થવાનું છે. આથી મુનિઓએ તેમને એ નિયમ કરાવ્યું કે–પખવાડિયામાં એક દિવસ તમારે બંનેએ બધી પાપ પ્રવૃત્તિને ત્યાગ કર્યો અને એક એકાન્ત ૨ જગ્યામાં બેસીને નવકારમંત્રનું એકાગ્રચિત્તે સ્મરણ કરવું, કદાચ તે સમયે કઈ તમને જાનથી મારી નાખે, તે પણ તમારે બંનેએ ક્ષમા જ કરવી.” આ નિયમ પાળવાનું