________________
૧૮૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સાંભળ્યો. તેના પ્રભાવથી તે સમળીને જીવ ત્યાંથી મરણ પામી, સિંહલદ્વીપના રાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયે. તેના જન્મ સમયે રાજાએ જન્મોત્સવ કર્યો. તેનું નામ રાજાએ સુદર્શના પાડયું.
બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેને વિદ્યાભ્યાસ કરાવ્યો, તેમાં તે નિપુણ બની. એક દિવસ તે રાજકુમારીને બેત્રણ છીંકે આવી, ત્યારે તેની પાસે બેઠેલી સખીઓમાંથી કેટલીક ખમા ખમા, એવા શબ્દો ઉચ્ચાર્યા, પણ એક સખીએ “નમો અરિક હંતાણું, નાસિદ્ધાણું, નમે આયરિયાણં' એવા ઉચ્ચારે કર્યા. તે શબ્દ રાજકુમારીના કર્ણપટ પર પડતાં તે મૂછ ખાઈને ભૂમિતલ પર પડી. શીતલપચાર કરવાથી શુદ્ધિમાં આવી. તેણે કહ્યું, “મને જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું છે. હું પર્વે સમળી હતી અને અંત સમયે મેં નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરેલું હતું. તેથી હું તેના પ્રભાવે અહીં રાજકુમારી થઈ છું.” પછી પિતાના પિતાને કહીને તેમની પાસેથી પુષ્કળ ધન લઈને તે ભરૂચ શહેરમાં આવી. જ્યાં તેણે નમસ્કારમંત્ર શ્રવણ કર્યો હતો, તે સ્થળે “સમળી વિહાર, નામનું મુનિ સુવ્રતસ્વામિનું જિનાલય બનાવ્યું. તેની અંદર પિતાના પૂર્વભવનું ચિત્ર પણ આલેખાવ્યું. તે રાજકુમારી
ત્યાં જ રહીને ધર્મારાધન તથા મુનિરાજેની સેવા કરી સમ્યગુદૃનને પામી અને ધર્મારાધના કરતા કરતા આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગ ગઈમેક્ષની અધિકારની બની. આ એક મંત્રના શ્રવણથી તે પશુયોનિમાંથી કેટલી ઉન્નત દશાને પામી. માટે હે ભવ્ય,