________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૧૮૩
તમે પણ મન શુદ્ધ શ્રદ્ધા સહિત આ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી સ્વર્ગ, મોક્ષના અધિકારી બને.
હે પ્રિય વાંચકે ! પ્રભુના નામ શ્રવણને કે અલૌકિક મહિમા છે તે ઉપરાંત કથા પરથી તમે જાણી શકે છે.
શ્રીમતીની કથા . પૂર્વે ભારતવર્ષમાં પિતનપુર નામે નગર હતું. તેમાં ગુપ્તશેઠ નામે એક શ્રાવક રહેતો હતો. તેને ધર્મવતી એ નામે ગુણવાન, શીલવાન પતિવ્રતા નારી હતી. તેની કૂલમાં ઉત્પના થયેલી શ્રીમતી નામે એક પુત્રી હતી. તે રૂપ-ગુણથી સંપન તથા ધર્મશાસ્ત્રના અભ્યાસવાળી હતી. તેનું લગ્ન એ જ નગરમાં એક શેઠના મદનપાળ નામના પુત્ર સાથે કરેલ હતું. તેના શ્વસુરપક્ષના લોકે અન્ય ધર્મના હોવાથી સૌ તેના પર અભાવ રાખતા. તેની સાસુ, નણંદ વગેરે તેના તરફ ઈષ્યની નજરથી જોતાં. તેને પતિ તેના પ્રત્યે તિરસ્કાર ભાવ રાખતું હતું, તે પણ શ્રીમતી અચળ શ્રદ્ધાપૂર્વક નિરંતર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યા કરતી.
એક વખતે તેના પતિને બીજી સ્ત્રી પરણવાને વિચાર થવાથી તેને મારી નાંખવાને વિચાર કર્યો. એ માટે તેણે એક મજબૂત મટે ઘડે લઈ એક મદારી પાસે સર્ષ મંગાવીને તે ઘડામાં તેને પૂરી ઘડાનું મોટું બાંધી લઈ અને ઘડે ઘરમાં લાવીને
ગ્ય જગ્યાએ મૂકે. પછી પિતે સ્નાન કરીને દેવસેવા કરવા બેઠે. ડીવારે શ્રીમતીને આજ્ઞા કરી કે, “ધરમાં એક ઘડે છે તેમાં પુષ્પ ભરેલાં છે, તે તેમાંથી થોડા લાવી આપ.” પતિની