________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૧૭૭ એટલે બધા વિદ્યાર્થીએ પિતાની શક્તિ અનુસાર પિતાના ઘેરથી વસ્તુઓ લઈ ગયા. પરંતુ ગેપાળના ઘરમાં, લઈ. જવા જેવું કશું ય નહતું. એથી એ ઉદાસ ચહેરે તે દિવસે ઝાડીમાં થઈને જઈ રહ્યો હતે. એથી એના મધુસૂદન ભાઈએ કારણ પૂછયું. એના જવાબમાં ગોપાલે કહ્યું કે,
ભાઈ ઘરમાં ગુરુજીને આપવા જેવું બાની પાસે કાંઈ જ નહોતું.” એ સાંભળીને મધુસૂદને પિતાની પાસેથી એક નાની લેટી દૂધથી ભરેલી આપીને કહ્યું કે, “તું આ લઈ જા, ગુરુજીને આપજે.” ગોપાલે તે તે લઈ જઈને ગુરુજીને આપી, એટલે સાવ નાની લોટી જોઈને ગુરુજી તે નારાજ થયા, અને બિચારાને ધમકાવી કાઢયો. પરંતુ જેવી લટી ખાલી કરી કે, તરત જ તે પાછી ભરાઈ જાય. ગુરુજીના વાસણ જે મૂક્યા તે બધા જ ભરાઈ ગયા, પણ લેટી ખાલી થાય જ નહિ. એ જોઈને ગુરુજી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ગોપાલની પાસે બધું વિવરણ સાંભળતાં ગુરુજી તેના મધુસૂદન ભાઈને જોવા માટે તેની સાથે ઝાડીમાં ગયા, ને તેને બેલાવવાનું કહ્યું. પાલે પહેલાની જેમ બૂમ પાડી. એટલે આકાશવાણી થઈ કે, “તારી સરલ શ્રદ્ધા અને નિર્દોષતાને કારણે તું મને જોઈ શકે, પરંતુ તારા ગુરૂજીનું મન કલુષિત હોવાને લીધે એ મારા દર્શનના અધિકારી નથી.'
ઉપરના દષ્ટાંતથી એ સમજવાનું છે કે, જપ, ધ્યાન વગેરે વડે જેણે પોતાનું મન સંસારી વાસનાઓથી રહિત બનાવેલ હોય અને જેનું હૃદય ગોપાલની જેમ નિર્દોષ હોય, તેમને મં ૧૨