________________
૨૫૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
-
-
-
--
-
શવાં જોઈએ.
મનને વશમાં લાવવું, એ જ ખરી વસ્તુ. એ જે ન કરી શકાય, તે કાંઈ ન વળે. મનને જ કરી શકાય તે જગને જય કરી શકાય. મનને જીતવા માટે જ બધી સાધનાએની જરૂર છે.
દરરોજ નિષ્ઠાપૂર્વક જપ – ધ્યાન કરવાની આદત પાડવાથી એ એક નશાની આદત જેવું થઈ જાય છે. વળી એકાગ્રતા સ્થિર થતા જાણે કે, એક નશા જેવી અવસ્થા થાય; બંધાણીઓ અને નશાખે જેમ નશાને સમય થતા, નશાની વસ્તુ ન મળે તો આકુળ-વ્યાકુળ અને અસ્વસ્થ થઈ જાય, બીજું કશું યે ગમે નહિ, તેવી રીતે સાધકનીયે એવી અવસ્થા થાય. જે દિવસે નિયમ પ્રમાણે ધ્યાન-જપ ન કરી શકે તે દિવસે, જે બાબતની ટેવ પાડે, સારી અથવા નરસી, તે બાબતમાં આ પ્રમાણે બને
એવું જોવામાં આવે છે કે, જેઓ પહેલા, પહેલા સાધન જપ ધ્યાન કરવામાં લાગે, તેઓ જેટલું મનને ઈષ્ટમાં એકાગ્ર કરવાની મહેનત કરે, તેટલું જ મન વક થાય, અને ધૂળ, રાખ જેવાં વિષયમાં જ ભટક્યા કરે. તે એટલે સુધી કે તેમને એમ પણ લાગે કે, આ જાતની ઉપાધિ તો અગાઉ નહતી. ત્યારે તે જે વિચાર કરવા ઈચ્છતા તેને મજાને એકાગ્ર ચિત્તે વિચાર કરી શકાતે, હવે આવું કેમ થઈ ગયું ? એને અર્થ એ કે અગાઉ, મનની જે બધી બાજુએ સ્વાભાવિક