________________
૧૫૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલદી સ્થિર થાય છે. પ્રસન્ન મનવાળા પિતાના મનને એકાગ્ર રાખી શકે છે કેમ કે દુઃખી તથા ચિંતીત ચિત્ત ચંચળ અને નિર્બળ હોય છે. સ્વસ્થ અને નીરોગી રહેવા માટે નહિ પણ ગાદમાં કે સમાધિમાં સ્થિર થવા માટે પણ સાધકે પ્રસન્ન રહેવું આવશ્યક છે. એ માટે વિવેકીઓએ અને સાધકોએ પ્રસન્ન ચિત્તે રહેવું જોઈએ. પ્રસન્ન ચિત્ત રહેવાથી લેહી પણ સ્વચ્છ અને શુદ્ધ રહે છે. અશાંત રહેવાથી લોહીમાં ગરમી વધી જાય છે અને તેથી તે અશુદ્ધ બની જાય છે. અને બધા રોગોનું મૂળ લેહીની અશુદ્ધિ જ છે. અને રેગી માનવ સાધના કેવી રીતે કરી શકશે ? અર્થાત મને શાન્તિ વિના સાધના થઈ શકે નહિ. ચિંતાગ્રસ્ત અને દુઃખી મનુષ્યોના મસ્તકના ઘણા કષ્ટ ખરાબ બની જાય છે એથી કઈવાર ચિંતા કરનાર, અપ્રસન્ન રહેનાર મનુષ્ય પાગલ-ગાંડ બની જાય છે. એવી અવસ્થામાં સિદ્ધાંતની વાત તે મનુષ્ય ક્યારેય પણ વિચારી શક્તા નથી; બુદ્ધિ પણ ખરાબ થઈ જાય છે. પ્રસન્ન ન રહેવાથી શ્વાસની ગતિ પણ બરાબર રહેતી નથી, એથી ફેફસાં પણ રોગી અને નિર્બળ બની જાય છે. શ્વાસની ગતિ બરાબર ન રહેવાથી શરીરના તમામ યંત્ર બરાબર કામ કરી શકતા નથી, કેમ કે પ્રાણ જ શરીર-યંત્રના બધા અવયવોને ગતિ આપનાર છે. એથી સાધએ, વિવેકીઓએ, યેગીઓએ સદા સર્વદા પ્રસન્ન રહેવું જોઈએ.
પૂજાનું ફળ, સાધનાનું ફળ“ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું