________________
૧૪૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ન થાય તે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરીને અંતર, બાહિર પવિત્ર થઈને મનને એકાગ્ર કરી સંકલ્પપૂર્વક દોષ નિવારણાર્થે પિતાના ઈષ્ટદેવના મંત્રનો જપ કરે. એથી પવિત્રતા વધશે, અને મન આનંદમાં તરબોળ થઈ જશે. જ્યારે આ અનુભવ થાય, ત્યારે સમજવું કે સર્વ પાપ ભસ્મ થઈ ગયા દેષના હિસાબે જપ સંખ્યા નિશ્ચિત કરવી અને તે સંખ્યા પૂરી કરવી.
૪. અચલ જ૫ :–
- આ જપ કરવા માટે આસન, માળા વગેરે સાહિત્ય તથા વ્યવહારિક અને માનસિક સ્વસ્થતા હોવી જોઈએ આ જપ વડે આપણી અંદર જે ગુપ્ત શક્તિઓ છે તે જાગ્રત થઈને વિકસિત થાય છે અને પરોપકારમાં એનો ઉપયોગ કરી શકાય છે. એથી ઈચ્છાશક્તિની સાથે, સાથે પુણ્યસંગ્રહ વધે છે. આ જપ માટે આંતર, બાહ્ય શુદ્ધ થઈ આસન પર બેસી, મનને શાંત, સ્થિર બનાવી જપ આરંભ કરવો. અમુક મંત્રને અમુક સંખ્યામાં જપ કરે જોઈએ અને નિત્ય અમુક સંખ્યામાં જપ અવશ્ય કરે એ નિયમ એ વિષયમાં રહે છે, અને રોજ એટલો જપ એકાગ્રતાપૂર્વક કરે જોઈએ. જપ નિશ્ચિત સંખ્યાથી કયારેય પણ ઓછા ને થવું જોઈએ. જપ કરતી વખતે વચમાં આસન પરથી ઉઠવું નહિ, કેઈથી વાતચીત કરવી નહિ, એટલા સમય સુધી મનની અને શરીરની સ્થિરતા સહ મૌન કરવું જોઈએ. એ પ્રકારે નિત્ય જપ કરીને સંખ્યા પૂર્ણ કરવી જોઈએ. વચમાં અંતર ન પાડવું, આહાર, વિહારમાં નિયમિતતા હોવી જોઈએ,