________________
૧૪૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ચક ષડ્રદલ, નાભિએ મણિપુરકચક દશદળ, હૃદય સ્થાને અનાહતચક બારદલ, કંઠે વિશુદ્ધિચક સેલદલ, ભૂમધ્યે આજ્ઞાચક દ્વિદલ, અને મસ્તકે સહસ્ત્રદલપક્વ છે. મેરુદંડની. અંદર ડાબી બાજુએ ઈડા, જમણી બાજુએ પિંગલા. અને મધ્યમાં સુષુણ્ણા નાડી છે સુષુણ્ણા નાડી મૂલાધારથી એક પછી એક છયે ચકને ભેદ કરી સહસ્ત્રદલમાં જઈને મળી ગઈ છે, પરંતુ જ્યાં સુધી કુંડલિની શક્તિ જાગ્રત ન થાય, ત્યાં સુધી સુષુણ્ણાને માર્ગ બંધ રહે. કુંડલિનીએ આત્માની જ્ઞાનશક્તિચિદૃશક્તિ છે. એ સર્વ જીવોની અંદર મૂલધારા પ સુષુપ્ત (ઊંઘતા) સર્ષની જેમ જાણે કે નિજીવ રીતે રહેલી છે, જાણે કે ઊંઘી રહી છે. એ જપ, ધ્યાન, યોગ, સાધન, ભજન વગેરે દ્વારા જાગૃત થાય છે. મૂલધાર પદ્યમાં રહેલી એ શક્તિ જ્યારે જાગ્રત થઈને સુષુણ્ણા નાડીની અંદર પ્રવેશ કરીને અનુક્રમે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુરક, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચકને ભેદીને સહસદલપદ્યમાં આત્માની સાથે મળે છે, ત્યારે એ ઉભયના સંગમાંથી પરમ અમૃત પ્રવાહિત થાય છે તે પીને જીવ સમાધિસ્થ થાય છે ત્યારે જીવચેતના જાગૃત થાય, અને આત્મ-સ્વરૂપને તેને બંધ થાય છે. ત્યાર પછી અનેક આશ્ચર્યકારી આધ્યાત્મિક અનુભવ થયા કરે છે.
ગુરુ અને પરમેશ્વરની કૃપાથી, સાધકના પુણ્યોદયે, કયારેક, કયારેક એ શક્તિ પોતાની મેળે જ અથવા અલ્પ પ્રયાસ જાગ્રત થાય છે. એ નિર્વિકલ્પ અવસ્થામાં આત્મા સ્વરૂપમાં લીન થાય છે. આ છે ટૂંકમાં ષટુચક ભેદ.