________________
સાધના વિધિ-વિધાન
૧૫૩ ધ્યાનના બે પ્રકાર છે–૧. જપાત્મક યા સ્મરણાત્મક, ૨. હોમાત્મક.
જપાત્મકના ત્રણ ભેદ છે–૧. કનિષ્ટ, ૨. મધ્યમ ૩. ઉત્તમ,
૧. કનિષ્ટ–ઉચ્ચારણ સહિત, ૨ મધ્યમ–ઉચ્ચારણ રહિત, પરંતુ જીભના વ્યાપાર સહિત. ૩. ઉત્તમ–માત્ર મનના મરણ સહિત, માનસિક જપ.
હોમાત્મક –આત્મ ધ્યેયથી વિરોધી વૃત્તિઓને હોમનામ ત્યાગ કરવો.
વાચિક જપનું દશ ગણું ફળ, ઉપાંશુ જપનું સો ગણું અને માનસિક જપનું સહરત્રગણું ફળ છે. વાચિક જપ કનિષ્ટ, ઉપાંશુ મધ્યમ અને માનસિક જપ ઉત્તમ છે. ગુરૂપ્રદત્ત મંત્ર, આંતરિક શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ અને એકનિષ્ઠા સહિત નિયમિત ભાવપૂર્વક મંત્ર જપ કરવાથી અવશ્ય સિદ્ધ પ્રાપ્ત થાય છે.
જે મનુષ્યનું મન ધનમાં હોય છે તે ધનનું જ ચિંતન અને ચિંતા કરે છે. તે જ પ્રમાણે સાધકે ઈન્દ્રિયોને વશમાં કરીને એકાગ્રચિત્ત ઈશ્વરચિંતન–આત્મચિંતન કરવું જોઈએ. અભ્યાસથી કંટાળી મનને ઉદ્વિગ્ન થવા ન દેવું. જે સાધને દ્વારા ચંચળ મન વશ થાય તેનું સેવન કરવું અને તે સાધનથી વિમુખ થવું નહિ. અભ્યાસી સાધકે એકાંતનું સેવન કરવું. સાધકે સંગ તથા સંગ્રહવૃત્તિથી દૂર રહેવું, કારણ કે તે બંને સાધનામાં વિશ્વભૂત છે. નિયમિત રીતે સાત્વિક આહાર કરે. લાભ, હાનિ, નિંદા, સ્તુતિ વગેરેમાં સમભાવી બનવું.