________________
સાધના વિધિ-વિધાન
૧૫૧ જાય છે. વર-ભાવ રાખનાર મનુષ્ય રાત-દિવસ બળ્યા કરે છે, અને કયારેય પણ તેને શાન્તિ મળતી નથી. વૈર-ભાવ રાખનારનું લેહી અશુદ્ધ બની જાય છે. તેની ભૂખ મરી જાય છે. વર–ભાવની અધિકતાથી લેહીમાં એક પ્રકારનું વિષ ઉત્પન્ન થાય છે. પ્રેમભાવ શરીરમાં અમૃત ઉત્પન્ન કરે છે અને વેર ભાવ વિષ. મનુષ્યના અંતરમાંથી જ્યારે વિર–ભાવ સર્વથા દૂર થઈ જાય છે, ત્યારે એને એક અપૂર્વ શાન્તિ-સુખને અનુભવ થાય છે. એ શાન્તિ -સુખના અનુભવવાળી સ્થિતિને અહિંસાની સમાધિ કહી શકાય. માટે સાધકે અહિંસક વૃત્તિને કેળવીને જ સાધન રત બનવું
જોઈએ, તપ્ત માનસ વડે જપ યથાર્થ થઈ શકે નહિ. ૩. સરલતા–આંતરિક તથા બાહ્ય ભાવ તથા વ્યવહાર બાલકની
જેમ સર્વથા સરલ અને નિષ્કપટ હોવો જોઈએ. એને
આર્જવ ધર્મ કહે છે. ૪. “સર્વ ભૂતેષુ આત્મવત્ ” સવ પ્રાણીમાત્રમાં આત્મદષ્ટિ
કરી કેઈને કંઈ જ હાનિ ન કરવી ૫. પ્રભુ પર વિશ્વાસ રાખીને તેના પર નિર્ભર રહેવું. ૬. બ્રહ્મચર્યનું પાલન કરવું. ૭. નિયમિત સવાર, સાંજ અને રાત્રિના સમયે મંત્ર જપ
કરવા જોઈએ. ૮. ભૂમિ ઉપર કંબલ બિછાવીને ધોળા વસ્ત્રનું આચ્છાદાન કરીને
જે જગ્યાએ મંત્ર જપ કર્યા હોય ત્યાં અને તેમ ન બને તો બીજા કેઈ એકાંત રૂમમાં એકલા જ શયન કરવું.