________________
૧૨૯
મંત્રોપાસના તે (અન્ય) સમયે કરવાથી સફળતા મળે છે. આ સાધન શરૂ કરતાં પહેલા થોડા સમય સુધી અથવા કઈ પણ પ્રભુના પવિત્ર નામને (પિતાને ઈષ્ટ દેવને) વિનિપૂર્વક જોરથી મંત્રજપ કર. પછી થેડે સમય માનસિક જપ કરે. અને ત્યાર બાદ ધ્યાનમાં નિમગ્ન થવું. તેમ કરવાથી અતિ શીઘ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે તમે શ્રદ્ધાપૂર્વક આ સાધન કરશે તે અલ્પ સમયમાં જ તમને તેનાં અપૂર્વ દિવ્ય ફળનો સ્વયં અનુભવ થશે.
છ માસમાં આત્મસાક્ષાત્કાર કરવાનું સાધન
જે મનુષ્યનું મન ધનમાં હોય છે તે ધનનું જ રાતદિવસ ચિંતન, સ્મરણ, અને ચિંતા કરે છે. તે પ્રમાણે સાધકેએ
ગીજનેએ ઈન્દ્રિયોને વશમાં રાખીને એકાગ્ર મન વડે આત્માનું ચિંતન, સ્મરણ, મનન, ધ્યાન કરવું જોઈએ. અભ્યાસથી કદાપિ કંટાળવું નહિ. જે, જે પ્રયોગો દ્વારા ચંચળ મન વશ થાય તે, તે પ્રયોગો કરવા, અને તે તે સાધનથી વિમુખ થવું નહિ.
ગીજનોએ મનને એકાગ્ર કરી એકાંતમાં નિવાસ કરવો જોઈએ. સાધકે એ મન, વાણી અને કર્મ દ્વારા કેઈને પણ સંગ ન કરે, કારણ કે વસ્તુઓને સંગ્રહ તથા સંગતિ સાધકને સાધનામાં વિદ્ધભૂત થાય છે. માટે કામના રહિત થવું. આહારવિહારમાં નિયમિત રહેવું. લાભ થાય તે હર્ષ ન કરે અને હાનિ થાય તો ઉદાસ ન થવું. નિંદા કરનાર તથા સ્તુતિ કરનાર બંને પર સમાન ભાવ રાખ; અને આસક્ત ભાવથી પર થવું. આ પ્રમાણે મનને સ્થિર, શાંત તથા સ્વસ્થ કરીને ' મં. ૯