________________
સાહમ વિજ્ઞાન
૭૯
છે. અહીં આ પણ સમય, સમય પર મહાન પુરુષે ઉત્પન્ન થયા છે, થાય છે, જે પોતાના સમયમાં સંસારને મળ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. છતાં આજ સંસારની દશા જુઓ, કે તે કેવી સ્થિતિમાં છે? એ માટે સંસારને સુધારવાની ચિંતાને ત્યાગી, પિતાની જાતને સુધારવાની ચિંતા કરે. અગર દરેક મનુષ્ય પોતે પિતાને સુધારી લે તે સંસાર પિતાની મેળે જ સુધરી જશે. જે કોઈ પિતાને સુધાર્યા વિના બીજાઓને સુધારવાની વાત કરે છે, તે દંભી છે, પાખંડી છે. સાચો સુધારક પ્રથમ પિતાને સુધારે છે. જપ તથા પ્રભુની ભકિતથી સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ થાય છે, તથા મનોકામનાઓ ફળીભૂત થાય છે. જે કોઈ ઉપકત વાત પર વિશ્વાસ ન કરતાં કહે કે જપ કરવો બિલકુલ વ્યર્થ છે, એ એની બુદ્ધિની અલિહારી છે. જેમ નિર્બળતા અથવા કોઈ ભાગમાં દર્દ, સેજે આદિ વિકાર શરીર રેગી હોવાનું સૂચન કરે છે, એ પ્રકારે ભય, ચિંતા, ગભરાટ, અસ્થિરતા, અપ્રસન્નતા આદિ વિકાર મનને રેગી હોવાનું સૂચન કરે છે. અને જેમ સમસ્ત શારીરિક રેગની મહેંષધિ વિધિપૂર્વક કરેલ વ્યાયામ છે. એ જ પ્રકારે સમસ્ત માનસિક રોગની મહૌષધિ મંત્ર જપ છે.
જપ સહજ સાધન - જપને અભ્યાસ કરવા માટે ભણેલ ગણેલ હોવાની પણ જરૂર નથી. ત્યાં તો રટ લગાડવાની જ જરૂર છે. ધૂન લગાડવાની જરૂર છે. એ ધ્વનિમાંથી એવી અસર થાય છે કે માનવીનું જીવન જ બદલાઈ જાય છે.