________________
કંપાસના
૧૧૦
શિખામણ આપે, ત્યારે વિચારે કે તે મારા લાભ માટે જ છે. એમ વિચારીને ઉત્સાહપૂર્વક તેને ગ્રહણ કરે, પણ શેષ ન કરે. નિર્ભય અને તત્ત્વવેત્તા વિનીત શિષ્ય ગુરુજનેની કઠિન આજ્ઞાને પણ હિતકારી માનીને આત્મશુદ્ધિ કરે છે.
આ વિનીત શિષ્ય સર્વ શંકાશલ્યથી રહિત બને છે. એ ગુરુની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતા કમ સમાચારી, તપ સમાચારી, સમાધિયુક્ત સંયમવંત મહાવ્રતનું પાલન કરીને આત્મજ્ઞાનથી પ્રકાશયુક્ત બને છે.
તે શિષ્ય, દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત થઈ મલમૂત્રથી ભરેલા આ શરીરને ત્યાગી યા તે સિદ્ધપદને પામી શાશ્વત સુખને ભક્તા બને છે. અને જે કર્મ બાકી રહે, તે મહાન ઋદ્ધિવંત દેવ બને છે. ગુરુજનોની સેવા, ભક્તિ અને તેમની આજ્ઞાનું પાલન કરવાથી શિષ્યને સ્વર્ગ, મોક્ષની પ્રાપ્તિ જ થાય છે, એમ શાસ્ત્રમાં બતાવેલ છે. માટે વિવેકી અને વિનયવંત શિષ્ય ગુરુ આજ્ઞાનુસાર જ મંત્રો પાસના કરી સ્વશ્રેય સાધવું જોઈએ.
ગુરુ આજ્ઞા પાલનનું સુફળ મહા મેંગેશ્વર મત્યેન્દ્રનાથ શિષ્યની શોધ કરતા, કરતા એક ગામને પાદરે ગેરખ નામના એક ગાયો ચરાવનાર અભણ, અબુદ્ધ, અજ્ઞાન યુવકને જોઈ આકાશમાંથી તેની પાસે ઊતર્યા. સત્યેન્દ્રનાથે તેની પાસે પાણી મંગાવી પીધું. પછી ગેરખને પૂછ્યું: “બેટા ! અમે સાધુ કેઈનું કંઈ પણ મફત લેતા નથી, માટે તારે જે જોઈએ તે માંગ.”