________________
૧૨૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગુરુદત્ત મંત્રની પ્રાણાંત સુધી સાધના અને ગુરુ એ આપેલ ઉપદેશ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જ ગુરુનો પ્રેમ સંપાદન કરવાને, અને પિતાના સાધનની સિદ્ધિને શ્રેષ્ઠ ઉપાય છે. - સાધક બંધુ ! જે તમારે તમારું ચંચલ મન અને વિચક્ષણ ચિત્ત એકાગ્ર કરી, મંત્ર જપ કરવાની ઈચ્છા હોય તે પ્રથમ નીચે લખેલો પ્રયોગ કરી મનને સ્થિર બનાવી, પછી મંત્ર જપનું સાધન શરૂ કરવું, તે સફળતા તરત જ મળશે.
એકાન્તમાં, શૂન્ય સ્થાનમાં, અથવા જ્યાં કઈ મનુ ખ્યાદિને અવાજ ન આવી શકે એવી જગ્યામાં સુખપૂર્વક આસને સ્થિર બેસીને “એમ” ને લાંબે ઉચ્ચાર વારંવાર કરે. અને તે શ્વાસની ગતિ જ્યાં સુધી લંબાવી શકાય ત્યાં સુધી ઉચ્ચાર કરવો. એમ, ઓમ, એ...........
મએમ વારંવાર ઉચ્ચાર કર. એમ કરવાથી મન સ્થિર અને શાંત થશે. ગબળ અને જ્ઞાનપ્રકાશ વૃદ્ધિ પામશે, અને વાસનાને પણ ક્ષય થશે. એ ઉત્તમ પ્રકારની યુક્તિ છે.”
હે સંસારી જીવ! વિષયસુખની માયા ત્યજી દે. ભગવાનનું સ્મરણ કરી લે, ત્યારે જ તને મોક્ષસુખ મળશે. મૃત્યુ . પછી આ માયાવી કઈ પણ સામગ્રી તારી સાથે આવશે
નહિ. મૃત્યુ વખતે તે તે દીનબંધુ દીનાનાથ, ભક્તવત્સલ ભગવાન જ તારા સહાયક બનશે.”