________________
મા પાસના
૧૧૯ તેણે તે કંઈ પણ શબ્દોચ્ચાર કર્યો નહિ. તેના મનમાં કેવલ “ગુરુ,” “ગુરુ”, એ જ શબ્દચાર, એ જ ધ્યાન, એ જ જ્ઞાન અને મનની સર્વ વૃત્તિઓ તેમાં જ લય પામી હતી. બધા જણ અંતે થાકીને તેને એક ઓરડીમાં પડતો મૂકી ચાલ્યા ગયા. ખાવા પીવાનું ભાન નહિ. ઝાડા પિશાબનું જ્ઞાન નહિ, કેવળ ગુરુ, ગુરુ બસ એ જ ધ્યાન એ જ જ્ઞાન, એ જ ભાન. લોકોએ તેના શરીર પર ડામ દીધા હતા, તેના મોટા ફેલા ઊઠયા. ઘણું દુઃખ થયું. ગુરુ મત્યેન્દ્રનાથ મક્ષિકા રૂપે તેની ઓરડીમાં રહીને એ બધું જોતા હતા. અને મનમાં જ તે અજ્ઞાન, અભણ શિષ્યને ધન્યર્વાદ આપતા હતા. ત્રણ દિવસ તેની પરીક્ષા કર્યા બાદ ગુરુદેવે શરીર ધારણ કરી મધ્યરાત્રિએ તેને કહ્યું :–“બેટા ! તું મારી પરીક્ષામાં પાસ થયે છે. ઊઠ, બેઠે થા.” એમ કહી ઝેળીમાંથી ભસ્મ કાઢી તેના શરીરે લેપન કર્યું, એટલે ફલ્લાનું દર્દ શાન્ત થયું તે જાગ્રત થઈ ગુરુને પગે લાગે, એટલે ગુરુદેવે તેને પિતાની પાઘડીઓ પર સાથે લઈ પિતાની પહાડી ગુફામાં લઈ ગયા. ત્યા તેને ઝરણામાં સ્નાનાદિ કરાવી, ફળ ફળાદિનો આહાર કરાવ્યું. ત્યાર બાદ ગુરુમંત્રને ઉપદેશ આપી, એક પર્ણકૂટીમાં મંત્રસાધના કરવા બેસાડો. છ મહિના સુધી ગરખાએ ત્યાં એક આસને બેસી (ઝાડે, પિશાબ કર્યા સિવાય અને ખાધાપીધા વગર) એકાગ્ર ચિત્તે સાધન કર્યું. ગુરુકૃપાએ અને સાધનના પ્રભાવે તે સિદ્ધ યોગી ગોરખનાથ બન્યા. કહેવાનો મતલબ એ છે કે, ગુરુને સ્વાર્પણ કરવું જોઈએ તો જ વિકાસને અવકાશ છે.