________________
મંગોપાસના
૧૨૩ જપાત્ સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત્ સિદ્ધિ ન સંશય.
મનનાત ત્રાયતે સ મંત્રી જે શબ્દ કે નામમંત્ર સંસારરૂપી મનમાંથી અવિદ્યામાંથી મનનું ત્રાણ (ઉદ્ધાર) કરે, એને જ મંત્ર કહે છે.
મન વશ થાય, તે જ ખરી સાધના છે. એ જે ન કરી શકાય, તે કાંઈ કહેતા કાંઈ ન વળે. મનને જય કરી શકાય તે જગને જય કરી શકાય. એટલા માટે જ બધી સાધનાઓ કરવાની જરૂર છે. આ સઘળો ખેલ માત્ર મનમય છે. સુખ, દુખ એ મનની કલ્પના જાળ છે, જીવાત્માએ અજ્ઞાનવશાત્ તેને સત્ય માની લીધેલ છે. અને તેથી જ હર્ષ-વિષાદ ઉત્પન્ન થાય છે અને કર્મની પરંપરાં વૃદ્ધિને પામે છે. અને કર્મ ભંગ માટે પછી જન્મ-મરણનું ચક્ર ચાલુ થાય છે. આ પરંપરાનો અંત આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે જ થાય, જ્ઞાન વિના તેને નાશ સંભવે નહિ. જ્ઞાનીજને આ સુખદુઃખમય સંસારને એક સ્વપ્નવત્ જ સમજે છે, તેના પર તેને પ્રભાવ પડતું નથી. જીવનમાં જે શીખવાનું છે તે પણ એ જ કે સુખદુઃખને પ્રભાવ મન પર ન થવા દેતાં સમત્વભાવમાં સ્થિર રહેવું. ત્યારે જ જીવાત્મા સાચા આત્મિક સુખને અનુભવી શકે છે. સંસારની અપેક્ષાએ પણ જ્ઞાનીજનોએ સુખદુઃખની વ્યાખ્યા નીચે પ્રમાણે કરેલ છે. કહ્યું છે કે –
ષિપદ નૈવ વિપદ, સંપદો નૈવ સંપદ, વિપદે વિપશુ વિસ્મૃતિ, સંપદ નારાયણ સ્મૃતિ.
જ્ઞાનીજન કહે છે, હે જગવાસી જવો ! સાચી સંપત્તિ અને વિપત્તિ શું છે તેને જાણે, સમજે અને આચરે. જ્યાં