________________
મંત્રાપાસના
૧૨૫ દીર્ઘકાળ સુધી મંત્રજપ કરે તે પણ જપની સિદ્ધિ કદી પણ થતી નથી. યથાર્થ તો એ છે કે, સ્થિર અને એકાગ્ર મનથી જ્યારે મંત્રને જપ કરવામાં આવે છે ત્યારે એક પ્રકારની. ધ્યાનાવસ્થા પ્રાપ્ત થઈને મંત્રમાં ચૈતન્ય-શક્તિ ઉત્પન્ન થાય છે.
કહ્યું છે કે –“ધ્યાન યુગથી જ્યારે મન સ્થિર થાય છે ત્યારે મંત્રની અલ્પ સમયમાં સિદ્ધિ થાય છે.” એ માટે અલ્પ સમયમાં મંત્ર સિદ્ધ થવાનું સરળ સાધન લખવામાં આવે છે. આ સાધના કરવામાં જપ કરવાની કે માળા ફેરવવાની આવશ્યક્તા નથી. સાધકે એક જાડા, સાફ સફેદ, કાગળ પર સુંદર અક્ષરથી ઈષ્ટ મંત્ર લખીને તે કાગળ પોતાની સાધનાના રૂમમાં ભીંત પર ચોંટાડે અને આસન પર બેસીને તે મંત્રાક્ષ પર, આંખની પલક માર્યા વગર એકી નજરે જોયા કરવું. અર્થાત્ તેના પર ત્રાટક-ગ કરવો. જ્યારે આંખે ખેંચાય અથવા દુઃખે ત્યારે આંખ બંધ કરીને, હૃદયાકાશમાં તે મંત્રાક્ષરે અંતષ્ટિથી જેવા. આ પ્રમાણે નિત્ય અર્ધા કલાકથી એક કલાક સુધી કરતા રહેવું જોઈએ. આંખમાંથી પાણી નીકળે છે તે લુછી નાંખીને ફરીથી મંત્રાક્ષ સામે જેવું એમ વારંવાર કરતાં રહેવું એ અભ્યાસથી સાધકને થોડા દિવસમાં જ તે અક્ષરે હદયાકાશમાં પ્રકાશરૂપે ચમકતા, પૂર્ણરૂપે સ્પષ્ટ રીતે દેખાશે. ભીત પર ચૂંટાડેલા અક્ષરે પર દયાન સિદ્ધ થવાની હદયાકાશમાં તે સ્પષ્ટ જણાય ત્યારે તેના પર જ દઢતાપૂર્વક એકાગ્રતાથી જપ કરે. એ મંત્રમાં ચૈતન્યશક્તિ ઉત્પન્ન થવાનું લક્ષણ છે. થોડા દિવસે એ અભ્યાસ પરિપકવ થવાથી તે મંત્રાક્ષને લેપ થઈને સાધકને એક દિવ્ય પ્રકાશ જણાય