________________
શબ્દ શક્તિનું સામર્થ
૧૦૫ બીજમંત્ર સહિત તમારા ઈષ્ટદેવના નામના મંત્રના જપ કરે. એક્લા બીજમંત્રના જપથી પણ એટલે જ લાભ થશે. જે તમે સાધનને અનુભવ લેવા ઈચ્છતા હો તે તમારી ઈચ્છા અને આવશ્યકતા અનુસાર શાંતિ, બળ સામર્થ્ય, ઉત્સાહ, એશ્વર્ય અને ધનસંપાદન આદિ કોઈપણ શબ્દ (મંત્ર)ને હંમેશાં વારંવાર જપ કરતાં રહો. દષ્ટાંત તરીકે તમારે જે શાંતિની ઈચ્છા હોય તે તમારે ચાલતાં, ફરતાં, ઊઠતાં, બેસતાં, સતત એ જ શબ્દનો વારંવાર ઉચ્ચાર કર જોઈએ. એની ધૂન લગાવવી જોઈએ, એ જ શબ્દ પર તમારું લક્ષ રહેવું જોઈએ, અને એ જ શબ્દ તમારા હૃદયમાં અંકિત કરી રાખ જોઈએ. તમારા મનમાં ગમે તેટલી અશાંતિ અને ઉદ્વિગ્નતા હશે તે પણ એ શબ્દસાધનથી તમારા મનમાં સંપૂર્ણ અને અપૂર્વ શાંતિનો સંચાર થતું જાય છે એ અનુભવ થશે. તમારા રોમેરોમમાં શાંતિને પ્રબળ પ્રવાહ વહન થશે, એટલું જ નહિ, પણ તમારી ચારે દિશામાં બહુ દૂર સુધીનું વાતાવરણ પણ શાંતિમય બની જશે, અને તમે જ્યાં જશે ત્યાં શાંતિને સંચાર થશે. એ જ રીતે ઉપરોક્ત શબ્દ (બીજમંત્રે)માંથી -તમારી ઈચ્છાનુસાર કે ઈપણ શબ્દના પ્રયોગથી તમારુ જીવન સુખ, શાંતિ અને સફળ બનાવી શકશે, તેમ જ બીજા મિત્રે સગાં-સ્નેહીઓને લાભ પહોંચાડી શકશે.
જે ઉપર પ્રમાણે ભિન્ન ભિન્ન શબ્દોને પ્રગ (ઉચ્ચાર) કરવાની ઉપાધિમાં પડવા માંગતા ન હો તે કેવળ માત્ર એક જ પરમાત્માનું નામ સ્મરણ કરે, પણ તે જ નામની વારંવાર