________________
પ્રકરણ મંત્રોપાસના
ગુરુગની જરૂર નૈતિક બળ, ચારિત્રબળ આદિ ગુણે મેળવ્યા વિના સાધક પર ગુરુ પ્રસન્ન થાય નહિ, અરે. ગુરુની પ્રસન્નતા વિના સદ્દવિદ્યાની પ્રાપ્તિ થવી એ આકાશ કુસુમવત્ છે. હરકેઈવિદ્યા શીખવામાં ગુરુની ખાસ જરૂર હોય છે, તે વિના યથાર્થ સમજણ પડી શકે નહીં, અને સાધના સફળ થાય નહિ. હરહંમેશાં વ્યવહારિક કાર્યોમાં પણ વડીલોની જરૂર પડે છે તે પછી મંત્રાદિ સાધના જેવા ગહન કાર્યમાં ગુરુગમ સિવાય નાસીપાસ થવાય તે તેમાં નવાઈ જેવું પણ શું છે? કહ્યું છે કે
“ગુર દવે, ગુરુ પ્રકાશ, ગુરુ વિના ઘર અંધકાર.” ગુરુ વિના જ્ઞાનરૂપી પ્રકાશ મળે નહિ.
માટે સાધના માર્ગમાં ગુરુની ખાસ આવશ્યકતા માનવામાં આવેલ છે. અને ગુરુની આ માન્યતા સર્વ ધર્મવાળાને માન્ય છે. ગુરુ સાધકની યોગ્યતા અને અયોગ્યતાને નિર્ણય કરીને તેના અધિકાર પ્રમાણે જે મંત્ર આપશે તે જ ફળદાતા થશે.
જપમંત્રને અધિકાર
એક વખતે કેઈજિજ્ઞાસુ સાધકે શ્રી રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કર્યો કે-“મહારાજ, મંત્ર એ શું છે? કઈગ્રન્થ વગેરેમાંથી