________________
શબ્દ શક્તિનું સામર્થ્ય રોહિણીયા ચેરને ભેજનમાં કેફી વસ્તુઓ ખવડાવી. જેથી તેને ઘેન ચડયું. એટલે એક દેવગૃહ બનાવી તેમાં પલંગ પર તેને સૂવાડે. અભયકુમાર ત્યાં ગુપ્ત રૂપે રહ્યા. જ્યારે તે ભાનમાં આવ્યું, ત્યારે ત્યાં દેવ, દેવીઓને વેશધારી નરનારીઓ હતા, તેઓ બેલ્યા કે : “તમેએ શા, શા પુણ્યકર્મ કર્યા છે? કે જેથી આ સ્વર્ગ ભૂમિમાં ઉત્પન્ન થયા. એમ વારંવાર પૂછવા લાગ્યા.
- તે ચાર ઘડી ભર તો વિમાસણમાં પડ્યું કે આ તે સ્વપ્ન કે સાચું? પણ તુરત જ તેણે તે દિવસે પ્રભુ મહાવીરદેવનાં વચને સાંભળ્યાં હતાં તે યાદ આવ્યાં. અને વિચારવા લાગે કે તે ચાર વાક્યોમાંની એક પણ વાત અહીંયાં મળતી નથી. એથી એમ સમજાય છે કે આ તે અભયકુમારને કઈ પ્રપંચ છે. મનોમન આ પ્રમાણે વિચારી પ્રગટમાં તે બોલ્યો કે, “મેં પુણ્યકર્મ ઘણાં, ઘણાં કર્યા છે. તેથી જ તો સ્વર્ગમાં દેવ થયે છું.' ત્યાર પછી અભયકુમાર પ્રગટ થઈ તેને ભેટી પડયા. અને તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. તેણે કહ્યું : “હે મિત્ર ! હું મારા પિતાની શિક્ષાથી ઉન્માર્ગગામી બન્યો હતો. મને આજે સત્યના દર્શન થયા છે. પ્રભુ મહાવીર દેવના ચાર જ વાકયે શ્રવણ કરવાથી હું આજ મૃત્યુના મુખમાંથી બચી ગયો છું, નહિતર આજે ખેર ન હતી. જે હું તેમના ચાર વાક્યના શ્રવણ માત્રથી મૃત્યુના મુખમાંથી બચે, તે તેમના ચરણનું શરણુ લેવાથી શું શું લાભ ન થાય?” એમ કહીને જેને, જેને ત્યાં ચોરી કરી હતી, તે, તે સર્વ ધન