________________
૧૦૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મોટેથી બેલીને મંત્રજપ કરનારને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને મનમાં જપ કરનારને સંકલ્પશક્તિ પ્રાપ્ત થાય છે.
આ શબ્દશક્તિનું જે વર્ણન કરીએ તે થોડું છે. આ પ્રત્યક્ષ દેખાતે સર્વ પ્રપંચ પણ શબ્દશક્તિના આધારે જ ચાલી રહ્યો છે. સમગ્ર શાસ્ત્ર જે છે તે પણ પ્રભુ કથિત વાણી એટલે શબ્દ જ છે. જે વડે અસંખ્ય માન પોતાના આત્માનું હિત સાધી શકે છે. શાસ્ત્ર શ્રવણનું ફળ નીચે લખ્યાનુસાર છે:
સવણે નાણેય વિન્નાણે, પચ્ચકખાણે ય સંજમે, અણહએ તવે ચેવ, દાણે અકિરિયા સિદ્ધિ.”
સત્સંગના અને શાસ્ત્રશ્રવણના પ્રભાવ વડે જ્ઞાન થાય છે. તેથી વિજ્ઞાન થાય છે, વિજ્ઞાન થવાથી ત્યાગ કરવાની ભાવના પ્રગટે છે, ત્યાગથી મન તથા ઈન્દ્રિયોને સંયમ થાય છે, સંયમથી આશ્રવને નિરોધ થાય છે, આશ્રવના નિધથી ઈચછા નિરોધ રૂપી તપ થાય છે. તપ વડે પૂર્વ કર્મની નિર્જરા થાય છે, ચેગને નિરોધ કરવાથી અક્રિયપણું પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી સિદ્ધિ એટલે મેક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મહાપુરુષના વચન સાંભળવાથી ઉપરોક્ત ગુણોની પ્રાપ્તિ સહ અંતે મેક્ષની પ્રાપ્તિ થાય છે.
તેના પર દષ્ટાંત-રાજગૃહી નગરીમાં શ્રેણીકનામે રાજા રાજ્ય કરતો હતો. તેના મંત્રીનું નામ અભયકુમાર હતું. તે નગરીમાં એક ચોર રહેતે હતો. તે ચોરને એક પુત્ર હતા, તેનું નામ
નોંધ: ૧. કર્મનું આવાગમન કાય છે-બંધ થાય છે.