________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. આ પવિત્ર વિદ્યા દ્વારા સાધકને કઈ પ્રકારની હાનિ કે વિપરીત પરિણામ થશે નહિ. આ વિદ્યાનું સાધન પ્રત્યેક જ્ઞાતિને મનુષ્ય, પ્રત્યેક ધર્મને મનુષ્ય, અને સ્ત્રી-પુરુષ વગેરે સર્વ કરી. શકે છે. આ પવિત્ર વિદ્યા સ્વ અને પરનું કલ્યાણ કરવાનું સાધનદ્વાર છે એમાં લેશ પણ સંશય નથી. પ્રાચીન ઋષિ-- મુનિઓની એ સાધ્ય વિદ્યા છે, અને એ વિદ્યા વડે જ તેઓ સિદ્ધ મહાત્મા થયા હતા.
નિત્યને કાર્યક્રમ મંત્રજપ કરતી વખતે મંત્રને ઉચ્ચાર બીજા મનુષ્યના સાંભળવામાં ન આવે અને સાધક પિતે જ તે સાંભળી શકે એવી પદ્ધતિથી કરે. મોટેથી બોલીને કે મનમાં ને મનમાં મંત્ર જપ કરે નહિ મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી દરરોજ વ્યવહારિક કામકાજ કરતી વખતે મંત્ર ઉચ્ચારણ કરવાની ટેવ પાડવાથી થોડા દિવસમાં જ મંત્રમાં શક્તિ આવે છે. એ જ નિયમ પ્રમાણે મંત્રજપ ચાલુ રહેવાથી થડા દિવસમાં જ આપોઆપ સવા લક્ષ જપ સંખ્યાનું પુરશ્ચરણ થાય છે. પુરશ્ચરણ કરનારને વાસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે હંમેશાં, હરપળ મંત્રજપ કરનારને માટે કોઈ પ્રકારની બીજી વિધિની જરૂર રહેતી નથી. જ્યારે ઈચ્છા હોય તે વખતે નિર્મળ મન વડે શુદ્ધ ભક્તિભાવથી મંત્રોચ્ચાર કરતા રહેવું જોઈએ. આ પ્રમાણે મંત્રોચ્ચાર થતાં થતાં શ્રીમંત માનવની જેમ કરોડ મંત્રજપનો ખજાને સાધક પાસે તૈયાર થશે અને જે વખતે જે કાર્ય કરવાની તેને ઈચ્છા થશે તે તત્કાળ ફળદાયક થશે.