________________
૧૦૦
મંત્રવિજ્ઞાન અને સાધના કરય સુમિષ્ટ મધુર ભાષા બલવાની સાધકે એ ટેવ રાખવી જોઈએ. આપણી કલ્પના તે જ રેગીની ભાવના અને આપણે જે વિચાર તે જ રેગીના પણ હેવા જોઈએ. તે માટે ઉભય પક્ષે એકચિત્ત થવું, તેને તાદાભ્યતા કહે છે. જ્યાં એવી તાદામ્યતા હશે, ત્યાં કાર્યમાં સિદ્ધિ-સત્વર સફળ થશે. આ વિદ્યાને એ શ્રેષ્ઠ ગુણ ધર્મ છે. અને એ જ તત્ત્વાનુરેધ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
આ મહા વિદ્યા એક મહાત્માએ એક શિષ્ય સાધકને શિખવ્યાથી તેણે સાધનના બીજે જ દિવસે આધાશીશીના કેટલાક રોગીને ૨-૩ મિનિટમાં જ આરામ કર્યો હતે. ૮-૧૦ દિવસના સાધન પછી તે શિષ્ય-સાધકે જેમ, જેમ સાધના મંત્રજપમાં વધારો કર્યો, તેમ, તેમ ભલભલા રેગ અને ભલભલા કઠિન કાર્યમાં સંપૂર્ણ યશ પ્રાપ્ત થયે. રેગીઓમાં પુરુષ ઉપરાંત તુવતી અથવા સુવાવડી અથવા સૂતકી સ્ત્રીઓનો રંગ જડમૂળથી દૂર થયા છે. એ વિદ્યાને પ્રયોગ કરવા માટે સમય, નક્ષત્ર, શુભાશુભ ગ, વ્રત, ઉપવાસ, કરવાની આવશ્યકતા નથી. એ વિદ્યામાં અન્ય (બીજુ ) પચ્ચ બિલકુલ નથી. બને તેટલા પ્રમાણમાં આત્મશાન્તિનું કાર્ય ધર્માર્થે કરવું જોઈએ. કઈ પણ સાધક પાસે એવું કંઈ પણ કામ આવે, તો તેમાં સફળતા મેળવવા માટે જરા પણ શંકા “રાખ્યા વગર પ્રવેગ કરવો જોઈએ. સદૈવ આત્મભાવના રાખવાથી કેઈ પણ કાર્યમાં અપયશ મળવાનો સંભવ રહે તે નથી. માટે જ સાધકે આ મંત્રવિદ્યા પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ, દઢ શ્રદ્ધા રાખીને તેનું અનુષ્ઠાન કરવું, એ જ કલ્યાણને માર્ગ છે.