________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મંત્રસિદ્ધિ મેળવ્યા પછી મહિના-પંદર દિવસમાં જ કેટલાક પ્રયોગોમાં તેના પર મંત્રશક્તિને અનુભવ લેવા માટે પ્રયોગ કરવા. એટલે હંમેશાને અભ્યાસ અને અભ્યાસની વખતોવખત અનુભવથી તુલના કરવી. ઉદાહરણાર્થ કસરતના અખાડામાં જે, જે બાળક અને મનુષ્યો આવે છે તે એકબીજા સાથે કુસ્તીઓ કરે છે. તેથી તેમની શકિત વૃદ્ધિ પામે છે. અને જે, જે સ્થળે કુસ્તીની શરતે થાય છે, તે તે સ્થળે તેઓ પિતાના સામા પક્ષવાળા સાથે કુસ્તી કરી યશ મેળવે છે. એ પ્રમાણે જ અભ્યાસ અને અનુભવ દ્વારા સાધક સામર્થ્યવાન બને છે. એમ નહિ કરતાં તે સાધક ફક્ત મંત્રજપ દ્વારા નિત્ય કર્મ કરીને ૧૦૫ મહાપુરશ્ચરણની સાધ્યતા કરશે અને કવચિત્ પ્રસંગે એકાદ કાર્ય માટે પ્રયોગ કરવાનું મન થયા છતાં તે કરશે તે તેને અકલ્પિત ફળ પ્રાપ્ત થશે નહિ. કારણ કે તેણે કઈ દિવસ કેઈ પ્રયોગ કર્યો નથી અને તેના કાર્ય માટે તેને બેદરકારી હોય છે. એવાં કાર્ય માટે તો સાધકે પુરશ્ચરણ કર્યા પછી પરોપકારાર્થે કેટલાક પ્રયોગ કરવાની ટેવ (અભ્યાસ) અને ઉત્સાહ રાખવું જોઈએ. ત્યારે જ સાધકને ખાત્રીપૂર્વક યશ મળશે. અને ત્યારે જ સાધકની ખાત્રી થશે કે આ વિદ્યાને પરિચય આપીને સાચેસાચ પરમાર્થને પંથ વિદિત કર્યો છે. એક મહાત્માએ આ વિદ્યાને અનુભવસિદ્ધ કરીને જનસમાજના કલ્યાણ માટે પ્રસિદ્ધ કરેલ છે. એ અનુભવસિદ્ધ પ્રયોગને અનુભવ અને વિવેક બુદ્ધિ દ્વારા કરવાથી નિત્ય નિયમિત અભ્યાસ કરવાથી એ મંત્રમાં રહેલી ચૈતન્ય-શક્તિને પ્રત્યેક સાધકને અનુભવ થશે, અર્થાત્ એક મહિનામાં ત્રણ વખત જ