________________
૬૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કઈ સંભાળ લેનાર ન હોય, જેને પિતાની આબરૂ રાખવા માટે કેઈ ઉપાય જણાતું ન હોય, એ દીન-હીન મનુષ્ય પણ જે નિયમપૂર્વક નિરંતર ત્રણ કલાક સુધી એક વર્ષ
એમને જપ કરશે તે નિશ્ચય તેની સ્થિતિ બદલાઈ જશે, એમાં જરા પણ શંકા નથી, તેની સર્વ ચિંતાઓ નાશ પામશે, તેનાં સર્વ કાર્યો સિદ્ધ થશે અને તે એક ઉચ્ચ દરજજાને સદ્દગૃહસ્થ બનીને આનંદપૂર્વક અને સુખમય જીવન વ્યતીત કરશે.
પ્રકરણ
સેહમ્ વિજ્ઞાન સંસાર સાગરને સુખ અને શાંતિથી પાર કરવા માટે જપ સમાન બીજું કઈ સહજ અને સુલભ સાધન નથી. જે માનવ જપ નથી કરતા એને માનવ જન્મ પ્રાપ્ત થવાને આનંદ જ મળતું નથી. એમનું મનુષ્યજીવન નિષ્ફળ છે. “સેહમ'ના જપથી કુદરતી નિયમાનુસાર શ્વાસોચ્છવાસની ગતિ નિયમિત તથા મંદ થાય છે. જેથી સ્વરોદય શાસ્ત્રાનુસાર મનુષ્ય દીર્ધાયુ બને છે. સૂતી વખતે એને જપ કરવાથી તરત જ સારી નિદ્રા આવે છે. સવારે વહેલા ઊઠીને જપ કરવાથી માનસિક બળ વધે છે. અને આ દિવસ આનંદમાં વીતે છે. કોઈપણ દેશની, જાતિની, વ્યકિતની ઉન્નતિને મુખ્ય ઉપાય એકાગ્રતા છે. ગરીબ અને