________________
૭૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
નહિ? તેને માટે પ્રમાણની આવશ્યકતા નથી. હરડે ખાવાથી અને અગ્નિ પર હાથ રાખવાથી આપોઆપ અનુભવ થશે. તેમ મંત્રજપ કરવાથી દુઃખ દૂર થાય છે, ઈચ્છાઓ પૂર્ણ થાય છે, જીવન સફળ બને છે, એ પણ એટલું જ સત્ય છે. પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે, કરે અને અનુભવે જાણે. હાથ કંકણને આસ્સીની શી જરૂર છે? વર્તમાનકાલે આ સંબંધમાં સર્વથી અધિક પ્રકાશ પાશ્ચાત્ય માનસશાસ્ત્રોએ કરેલ છે. એમણે વૈજ્ઞાનિક પ્રણાલિકાથી એ સિદ્ધ કર્યું છે કે ઉચ્ચારણ કરેલ કે ઈ પણ શબ્દનો નાશ થતો નથી, પરંતુ તે દીર્ઘકાળ સુધી કંપન ઉત્પન્ન કરીને ચાલ્યો જાય છે. મૌન કે અમૌન અવસ્થામાં જે-જે શબ્દો ઉચ્ચારણ કરાય છે એના દ્વારા આકાશમાં એક પ્રકારનું કંપન ઉત્પન્ન થાય છે, જેનામાં રચના કરવાની મહાન પ્રબળ શકિત હોય છે. જે કાર્યને અનેક વર્ષોમાં કરી શકાતું નથી, એને તે શકિત ડી મિનિટમાં કરી શકે છે. એ કંપનો દ્વારા ઈચ્છિત વસ્તુઓ આકર્ષિત થાય છે. સંકલ્પ સિદ્ધ થાય છે.
ક વૈજ્ઞાનિક તત્વ વૈજ્ઞાનિકોને મત છે કે આ બધા સંસાર કેવળ કંપનને સમુદ્ર છે. દેખવું, સાંભળવું આદિનું સમસ્ત જ્ઞાન, પ્રકાશ, વાયુ આદિ કંપનેને કારણે જ થાય છે. વિચારોના પણ કંપન ઈથર નામક સૂક્ષ્મ તત્વમાં વાસ અને ભ્રમણ કરે છે. ઈથર તત્ત્વ જ સૂમ લોક છે. જે કાંઈ સ્કૂલ જગતમાં બને છે, તે - સર્વપ્રથમ સૂમ લોકમાં–જગતમાં બને છે, જેની ગતિ સૂમ લોકમાં–જગતમાં થાય છે,- સૂક્ષ્મ જગતમાં બનતી ક્રિયાઓને