________________
સેલહમ્ વિજ્ઞાન
૭૫ કામની ઉપયોગિતાનો જ્યારે એમને વિશ્વાસ થાય છે, તો એને સિદ્ધ કરવામાં તેઓ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દે છે. પરંતુ આપણે વ્યવહાર એનાથી બિલકુલ વિપરીત હોય છે. આપણે ઈચ્છીએ છીએ કે, કંઈ જ પરિશ્રમ ન કરે પડે છતાં સંસારના સર્વ સુખ પ્રાપ્ત થાય. એ કેવી રીતે બની શકે ? આ વાત જે આપણને સમજાઈ જાય કે કેવલ પારમાર્થિક ઉન્નતિ માટે જ નહિ પરંતુ સંસારની સમસ્ત અવસ્થાઓની ઉન્નતિનું મુખ્ય સાધન એકાગ્રતા છે, એકાગ્રતાને સિદ્ધ કરવાનું સર્વથી સરલ સાધન મંત્ર-જપ છે. માટે માનસિક જાપ કરીને મંત્ર જપને કઠિન જાણીને ત્યાગ ન કરતા સર્વ આત્મિક શક્તિને ઉપયોગ કરીને મંત્ર જપનું સધન કરવું જોઈએ. જો કે પહેલા પહેલા જપ કરવાથી કંટાળે આવશે, માનસિક કષ્ટ જણાશે, પણ તે તરફ લક્ષ ન આપતાં સાધન કર્યો જ જાઓ. તેથી સંસારની અનેક જંજાળે અને અનેક માનસિક પીડાઓથી છૂટકારો મળી જશે. અને જે આ મંત્ર જપને પરિશ્રમ કરવાને તૈયાર નથી, એણે આ જીવનમાં અન્ય અનેક પ્રકારની માનસિક પીડાઓને સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ. “તપવું જોઈશે”પ્રસન્નતાથી તપે કે અપ્રસન્તાથી, ઈચ્છાથી તપ કે વિના ઈચ્છાએ. જપ રૂપ તપ કરવાથી સર્વ પ્રકારના આતાપ, દુઃખ વગેરેનો નાશ થાય છે, આલોક પરલોક બને આનંદમય બને છે. જે જપ કરવાથી વિમુખ રહે છે. પ્રમાદ કરે છે, આળસ કરે છે, તે પોતે જ પિતાની મદશાનું અવલોકન કરે, શાનિ. કયાં છે?