________________
૫૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. સંસ્કારે અવ્યક્ત અવસ્થામાં પડી રહેલા છે, તેમને સત્સંગ દ્વારા જાગૃત કરાય તે તે વ્યકિત સ્વરૂપ ધારણ કરે છે. જગતમાં સત્સંગ કરતાં વધારે પવિત્ર કશું છે જ નહિ; કારણ કે એકલા સત્સંગથી જ શુભ સંસ્કારને જાગૃત કરવાનો ઉત્તમેત્તમ સુગ પ્રાપ્ત થાય છે. તતઃ પ્રત્યફ ચેતનાધિગમેડખન્તરાયા ભાવઢ”
પાતંજલ યોગ સ. પાદ સૂ ૨૯ એનાથી અંતરષ્ટિ પ્રાપ્ત થાય છે અને યોગમાર્ગના અંતરા-વિદનોને નાશ થાય છે.
શ્કારના જપ અને ધ્યાનનું પહેલું ફળ તો એ જોવામાં આવે છે કે, ધીમે ધીમે આંતષ્ટિનો વિકાસ થવા લાગે છે અને સાધનમાર્ગમાં જે જે માનસિક અને શારીરિક વિદને હોય છે તે સર્વ દૂર થઈ જાય છે. એ વિદનો કયા, તે હવે પછી કહેવામાં આવે છે.
“વ્યાધિત્યાનસંશય પ્રમાદાલભ્યાવિરતિબ્રાનિદર્શન લબ્ધ ભૂમિકવા નવ સ્થિતત્ત્વાનિ ચિત્તવિક્ષેપાસ્તવન્તરાયા”
પાતં. સ. સૂ ૩૦. વ્યાધિ, માનસિક જડતા, સંશય, પ્રમાદ (અભ્યાસ તરફ બેકાળજી) આળસ, વૈરાગ્યની ન્યૂનતા, મિથ્યા અનુભવ, એકાગ્રતા ન થવી, એકાગ્રતા થવા છતાં તેમાં વધારે વખત ટકાવ ન થ; . આ નવ ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારા અંતરાયે છે.
આ સંસારરૂપી સમુદ્રને પાર કરવા માટે શરીર પણ ખાસ અગત્યનું સાધન હોવાથી તેને પણ બહુ કાળજીથી જાળવવું ઘટે: