________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
હે પ્રભો! તારા ગુણનું સ્મરણ, ચિંતન, મનન કરવાથી અનેક જન્મમાં કરેલા પાપોનો નાશ થાય છે. જેવી રીતે સૂર્યને ઉદય થતાં રાત્રિનું જે તિમિર–અંધકાર વિશ્વમાં છવાયેલ હતું તે નાશ પામે છે. પ્રભુનું નામ સ્મરણ તથા ચિંતનથી માનવને મેહ ક્રમે ક્રમે નાશ પામે છે, અને તેથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થાય છે. પ્રભુના નામ
સ્મરણનું જે મહાભ્ય છે તેનું વર્ણન કરવાને કેણ સમર્થ હોઈ શકે? અર્થાત્ તે કરવાને કઈ સમર્થ નથી.
' વળી કહ્યું છે કે–અજ્ઞાનરૂપી અંધકારના સમુદ્રમાંથી પાર ઉતરવા માટે “એમ ” ઉચ્ચારણ કરીને આત્માનું ધ્યાન કરે. તો તમારું કલ્યાણ, કલ્યાણ થઈ જશે.
જેમ ઘંટની વચમાં લટકતા લોલકને દેરી બાંધીને હલાવવાથી ગુંજારવ (અવાજ) થાય છે, તે જ પ્રમાણે એમને ઉચ્ચાર પરાથી (પરા એટલે મૂલાધાર ચક્રમાંથી એમનો જપ શરૂ કરો, અને સહસ્ત્રાદળકમલમાં પૂરો કરવો.) શરૂ કરીને વખરીમાં અર્થાત્ મુખમાં તેને ગુંજારવ કરીને “ઓમ ' નું રટણ કરવું જોઈએ.”, “
અર્થાત્ જેમ ઘંટમાંથી રણકાર ધીમે ધીમે નીકળે છે તે પ્રમાણે ધીમે ધીમે એમનો જપ કરવો જોઈએ. એકાગ્ર ચિત્તે જપ કરવાથી જ સત્વર લાભ થાય છે.
ઘંટનાદની જેમ હદયમાં “ઓમકારનું અવિચ્છિન્ન અખ ડ ઉચ્ચારણ કરવું જોઈએ.”