________________
૪૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જે અસંખ્ય દુઃખના ક્ષયનું કારણ કહેલ છે, જે આલેક અને પરલોકના સુખ આપવામાં કામધેનુ સમાન છે અને અજ્ઞાનરૂપી જે અંધકારને દીપકના, સૂર્યના ચંદ્રના કે બીજા કેઈ પણ પ્રકારના પ્રકાશથી નાશ નથી થતા તે અજ્ઞાન અંધકારનો નમસ્કારમંત્રના પ્રકાશથી નાશ થાય છે.
હે બંધુ! કૃષ્ણ અને સાંબ વગેરેની જેમ ભાવનમસ્કાર કરવામાં તું તત્પર થા. જેમ નક્ષત્રના સમૂહનો સ્વામી ચંદ્ર છે, તેમ સર્વ પુણ્ય સમૂહને સ્વામી ભાવનમસ્કાર છે. આ જીવે ભાવનમસ્કાર વિન નિષ્ફળ દ્રવ્યલિંગે (સાધુવેશ) અનંતીવાર ગ્રહણ કરીને મૂકી દીધા છે. વિધિપૂર્વક નમસ્કારમંત્રને આઠ વાર, આઠસો વાર, આઠ હજાર વાર કે આઠ કરોડ વાર જાપ કર્યો હોય તો તે ત્રણ ભવની અંદર મોક્ષપદને આપે છે. હે ધર્મબંધુ! સરળતાથી તને વારંવાર પ્રાર્થનાપૂર્વક કહું છું કે સંસારરૂપી સમુદ્રને તરવામાં પ્રવડણ સમાન આ મંત્રનો જાપ કરવામાં તું શિથિલ ન થા-અનાદરવાળો ન થા. કારણ કે આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વોતમ તેજ છે, સ્વર્ગ અને મેશને માગે છે તથા દુર્ગતિને નાશ કરવામાં પ્રલયકાળના અગ્નિ સમાન છે. - જે ભવ્ય પ્રાણીઓ અંતકાળની આરધના સમયે આ મંત્રને વિશેષ કરીને સારી રીતે સ્મરણ કરે. સાંભળે કે તેનું . ધ્યાન કરે તે તે મંગળની પરંપરારૂપ થાય છે. જેમ ઘરમાં
આગ લાગે ત્યારે બુદ્ધિમાન તે ઘરનો સ્વામી બીજી બધી વસ્તુઓને ત્યાગીને સારભૂત મહારત્નને જ ગ્રહણ કરે છે, તે