________________
કાર વિજ્ઞાન આગળ વધવાના અધિકારી બનીએ છીએ, લોકપ્રિય થવાય છે. પ્રતિકૂળતાઓ દૂર થાય છે, અનુકૂળતાએ આવી મળે છે. વ્યવહારનાં વિદને ઓછાં થાય છે. લાંબા વખતે વચનસિદ્ધિ થાય છે. આ બધું પરમાત્માના નામસ્મરણના પ્રભાવે બને છે. ટૂંકમાં કહીએ તો આ જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અવધિજ્ઞાન જેવાં ત્રિકાળજ્ઞાન પણ આ જાપ કરવાથી પ્રગટે છે. આ જા૫ ગુણનો બનેલો છે. કેઈપણ ધર્મવાળા કરે તે તે કરી શકે અને તેના ધર્મને બાધ ન આવે તે છે. કેમ કે કેઈપણ ધર્મનું આમાં વિશેષ નામ નથી, પણ સામાન્ય નામ છે કે, વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યોને કરવા ગ્ય છે.
આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકારૂપ છે. આંખો બંધ કરીને ભ્રકુટીની અંદર ઉપગ-સુરતા આપી, ઉઘાડી આંખે જેમ જોઈએ છીએ, તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં “ અહં નમઃ” આ મંત્રનો જાપ કરો. - પ્રિય આત્માઓ! સંસારમાં જ્યાં દષ્ટિપાત કરીએ છીએ ત્યાં અશાનિ, ભય, દુઃખ, રોગ, શેકને આર્તધ્વનિ શ્રવણ થાય છે. મિત્ર ! શું તમે કોઈ દિવસ વિચાર કર્યો છે, કે આ બધાનું કારણ શું છે? શું આ રોગ, શેકાદિ અશાંતિથી મુક્ત થવાને કઈ રામબાણ ઉપાય છે, જે વડે અમે કુદરતી સહાયતા પ્રાપ્ત કરીને એનાથી મુક્ત થઈ શકીએ અને સંસારમાં શાંતિ સુખને પ્રચાર કરી શકીએ?