________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન શ્રેણીમાં લીન બનાવવામાં આવે તે જ એને અનુપમ વિશ્રાંતિ મળી શકે છે.
મહાજ્ઞાનીઓ પણ આત્માની સાચી વિશ્રાંતિ માટે આ મંત્રનું ધ્યાન ધરે છે. આ મંત્રના ધ્યાનમાં જીવ લીન થાય તે એને ચારે તરફથી વિશ્રાંતિ આપોઆ૫ આવીને મળે છે.
આ રીતે નમસ્કારમહામંત્રના ગુણે અપાર છે અને તેથી જ વિવેકી આત્માએ પ્રતિદિન આ મહામંત્રની આદરપૂર્વક આરાધના કરે છે. આ અસાર સંસારમાં નવકારમંત્ર એ જ સારભૂત વસ્તુ છે. આ ઈષ્ટ નમસ્કૃતિ સદા જયવંત રોહ, સર્વ કેઈ આદરપૂર્વક નવકારમંત્રની આરાધના કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરો.
વળી કહ્યું છે કે – “જે ગુણઈ લફખમેગે પૂએઈ વિહીઈ જિનનમુક્કાર સો નઈઆ ભવે સિજઝઈ અહવા સત્તફૅમે જમે.”
અર્થ-જે ભાવિક મનુષ્ય પૂર્ણ વિધિથી એક લાખ વાર નમસ્કાર મંત્રનો જપ કરે, તે ત્રીજા ભવે સિદ્ધ થાય અથવા તે સાતમે અગર આઠમે ભવે તે સિદ્ધ થાય, આ નમસ્કાર મંત્રને જે એકાગ્રતાપૂર્વક લાખનાર સર્વોત્તમ જાપ થાય, તે તીર્થકર પદની પ્રાપ્તિ થાય અને મધ્યમ જપ થાય તે ચક્રવર્તી પ્રમુખ સમ્રાટ પદની પ્રાપ્તિ થાય, અને સામાન્ય જપ કરતાં પણ પ્રાણુઓને સામ્રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે. માટે ભવ્ય જીવોએ મનની ક્ષુદ્રતા તજીને જપ કરવામાં પ્રયત્નશીલ બનવું.