________________
૩૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
પકડ ઢીલી ન પડી જાય એની તકેદારી એ વખતે સાધકે વિશેષ રાખવી જરૂરી છે, નહિતર મેાહનુ' ઘેન ચડતાં વાર નહિ લાગે.
શુદ્ધ ભાવે કરેલ નમસ્કારમંત્રનું સ્મરણ કદી નિષ્ફળ જતુ નથી. છતાં પણ તેનુ ફળ જોવાની અકાળે ઉત્સુકતા સાધકે ન રાખવી જોઇએ. એણે એ સમજવુ જોઇએ કે ધરતીમાં ખીજ વાવ્યા પછી બીજે જ દિવસે ફળ ખાવાની આશા ન રાખી શકાય; એવી આશા રાખવી એ મૂર્ખાઈ જ છે. દરેક વસ્તુ સમય માંગે છે.
દેખી શકાય તેવું ફળ આવતાં વિલ ંબ થાય તેથી એમ ન કહી શકાય કે સાધના નિષ્ફળ ગઈ છે. જેમ કોઈ પથ્થર તાડવા માટે હથેાડાના ચાળીસ ઘા મારવા પડે; ત્યાં પ્રથમના ત્રીસ ઘાસુધી તે કંઈ પિરણામ દેખાતું નથી; એકત્રીસમા ઘાએ સહેજ તિરાડ પડે છે, અને ચાળીસમા ઘાએ પથ્થરના ટુકડા થઈ નીચે પડે છે એના અર્થ એ નથી જ થતા કે પ્રથમના ત્રીસ ઘા વ્યર્થ ગયા. જીવનના દરેક ક્ષેત્રે ફળ મેળવવા પૂર્વે તૈય રાખી ઉદ્યમ ચાલુ રાખવા પડે છે.
ખ'ત, કૌશલ્ય અને પ્રેમપૂર્વક સેવા આપનાર નાકર વર્ષા વીતતાં ભાગીદાર બની જાય છે તેમ ધૈય, ખંત અને નિષ્ઠા- પૂર્વક નમસ્કારમંત્રના સતત જાપને કરનાર સાધક એક દિવસ ખુદ પાતે પરમેષ્ઠીઓમાં સ્થાન પામે છે, એ નિશ્ચિત છે. માટે શંકા ન કરતાં અખતરા કરી જુએ.