________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૪. અંતર્મુખવૃત્તિ.
મંત્રસાધનામાં ચેથી વાત મનની ચોકીની છે. .
સાધક મૈત્રી ભાવનાથી મનને શુદ્ધ કરીને મંત્રસાધના કરવા બેસે, તે પણ ફરી એ મનમાં બીજે કચરે પેસી ન જાય એની તકેદારી રાખવી જરૂરી બને છે. છહ્મસ્થ માનવીનું મન પાણીના જેવું ભાવુક દ્રવ્ય છે. કોઈપણ નિમિત્ત મળી જતાં એને તદાકાર બની જતાં વાર લાગતી નથી.
માનવી એટલે શરીર, મન અને આત્મા. શરીર અને આત્મા એ બેની વચ્ચે છે મન એ વકીલ જેવું છે; એને પોતાને કઈ સ્વતંત્ર પક્ષ નથી. એ શરીર સાથે ભળી શરીરને વિચાર કરે, તે શરીરનું, પગલનું, કર્મનું પાસું તર કરે; આત્માની સાથે ભળી આત્માનો વિચાર કરે તે આત્માને જીત અપાવે. શરીરની અને શરીર સાથે સંબંધ રાખતી અન્ય બાબતોની વિચારણચિંતા કરવાની એની આદત, અભ્યાસ જન્મજાત છે, આત્માની અને એની સાથે સંબંધ રાખતી વાતેની વિચારણા એ મન માટે નવું કામ છે. એથી મન ફરી, ફરીને જને રસ્તે જાય છે. માટે, મન કોની સાથે ભળેલું-મળેલું રહે છે, એમાં કર્યો વિચાર ચાલે છે, એની સતત તપાસ સાધક માટે અત્યંત જરૂરી બને છે.
મનની શુદ્ધિ પર ઘણે જ આધાર છે. શારીરિક રોગ કરતાં માનસિક રેગે વધુ વ્યાપક છે. આપણે શરીરની ચિકિત્સા કરાવીએ છીએ પણ મનની ચિકિત્સા કેણ કરે છે? કેટલાક શરીરના રેગે પણ મનની વિકૃતિમાંથી ઊભા થાય