________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
સાધનાની આધાર શીલા - ૧. શ્રદ્ધા
કોઈપણ સાધનામાં શ્રદ્ધા એ મહત્વનું બળ છે શ્રદ્ધા વિના સાધના ફળ સુધી પહોંચતી જ નથી.
નવકાર અવશ્ય ઈષ્ટ પ્રાપક છે,” એવી દઢ શ્રદ્ધા જેને નથી, તે નવકારની સાધનામાં છેવટ સુધી નહિ ટકી શકે. ઈટ ફલની પ્રાપ્તિ થાય તે પહેલાં જ નવકારની સાધનાને ત્યાગી એ બીજી કઈ સાધના પાછળ દોડશે. તેથી શ્રદ્ધા વિનાને નવકાર ઈષ્ટ સાધક નથી બની શકતે. ઔષધની શક્તિમાં પ્રથમ દઢ શ્રદ્ધા જાગવી જોઈએ. એ શ્રદ્ધાપૂર્વક થતી સાધના અધવચ્ચે અટકી નથી પડતી. શ્રદ્ધા હોય તે ઈષ્ટ ફળની પ્રાપ્તિમાં થતા વિલંબ કે વચ્ચે આવતી અડચણોથી સાધક વિચલિત થયા વિના પિતાની સાધનાને દઢતાપૂર્વક વળગી રહે છે, પરિણામે તેની સાધના ફળ સુધી અચૂક પહેચે છે.
અસંતુષ્ટ બુદ્ધિ શ્રદ્ધાને સ્થિર થવા ન દે, માટે બુદ્ધિને સંતેષ આપવા, અહીં, આપણે થોડે એ વિચાર પણ કરી લઈએ કે નવકારને જાપ ઈષ્ટ સાધક કઈ રીતે બને છે?
અશ્રાવ્ય ઇવનિ-તરંગ (ન સાંભળી શકાય એવી દવનિતરંગે)ની શક્તિના આધુનિક વિજ્ઞાને આપેલા પરિચયથી જપની અસર સમજવામાં સરળતા થઈ છે. અશ્રાવ્ય ઇવનિતરંગે આપણું કાનથી પકડી શકાતા નથી, કિંતુ વિજ્ઞાને પુરવાર કર્યું છે કે એ ન સંભળાતા તરંગે નાજુક યંત્રોની