________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન રૂપ શરીર છે. જેનું પુણ્ય રૂપી આંતરિક શરીર સ્પષ્ટ હોય છે, તેને જ ઉત્તમ વસ્તુઓ સ્વયમેવ આવી મળે છે.
અહીં પુણ્યરૂપી શરીર એટલે પુણ્યાનુબંધી પુણય સમજવું. જન્માંતરમાંથી જીવ જ્યારે આવે છે, ત્યારે તેની સાથે બે શરીર હોય છે. એક કાર્માણ અને બીજું તૈજસ. આ બે શરીરે જીવને અનાદિથી સાથે હોય છે અને સંસાર અવસ્થામાં સાથે જ રહે છે, મેક્ષ જાય ત્યારે તેનાથી મુક્ત થાય છે. કામણ શરીર એટલે કર્મના સમૂહ રૂપ શરીર.. એ કર્મરૂપ શરીર જેવા પ્રકારનું લઈને જીવ આવ્યો હોય છે, તેવા પ્રકારનું ત્રીજું બાહ્ય શરીર અને વૈભવ આદિની સામગ્રી તેને પ્રાપ્ત થાય છે. તેમાં જે પુણ્યની પ્રબળતા હોય તો કાર્પણ શરીર પુણ્ય શરીર કહેવાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રુચિ, પ્રેમ કરાવી આપે છે, તેથી પ્રશસ્ય ગણાય છે. મોક્ષને અનુકૂળ ઉત્તમોત્તમ પ્રકારની સામગ્રી મેળવી આપવામાં તે અગ્રણ્ય ભાગ ભજવે છે.
કર્મ પરતંત્ર દશામાં રહેલે જીવ અનાદિ અસદુ અભ્યાસના ચોગે સહજભાવે અશુભમાં તમય બની જાય છે. જીવની આ અશુભ દશા શુભ આલંબન વિના નષ્ટ થતી નથી, અને એ શુભ આલંબની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્ય વિના સુલભ નથી. જીવને બનવું છે સર્વ કર્મથી રહિત સિદ્ધ. આરાધક માત્રનું આ જ અંતિમ ધ્યેય હોય છે, પણ એ દશા પ્રાપ્ત કરવા માટે વચ્ચે એક અવસ્થામાંથી અવશ્ય પસાર થવું પડે છે. એ અવસ્થાનું નામ કુશલાનુબંધી કર્તવ્યોમાં આત્માને