________________
૧૪
મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય હોય તે ગામ તે પિતાની મેળે આવીને ઊભું રહે છે. તેવી -જ રીતે વાસ્તવિક કારણેના આસેવનમાં મંડ્યા રહેવાથી એના ફળ રૂપે જે કાર્ય થવાનું છે, તે તો એના કાળે આવીને ઊભું જ રહે છે. એ પ્રમાણે કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાથી, તેમનું સ્મરણ કરવાથી તેમના નામને જપ જપવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, -અવિનાશીપણું અને પરોપકાર વગેરે લોકોત્તર ગુણે પ્રત્યે પ્રેમભાવ જાગૃત થાય છે, તેમ બીજા પણ અનેક લાભ થાય છે. ખરી રીતે આ નમસ્કાર મંત્ર એક મહાન શક્તિ છે. અથવા -શક્તિનો પૂંજ છે. પ્રતિપક્ષી વસ્તુને હઠાવવા માટે હંમેશા શક્તિની જરૂર પડે છે. અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિ પક્ષી કોઈ હોય તે તે અષ્ટ પ્રકારના કર્મો જ છે. એ કર્મોમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. આઠ કર્મોને નાયકના સ્થાને છે. એ મોહનીય કર્મના બે પ્રકાર છે; એક દર્શન મેહનીય અને - બીજું ચારિત્ર મેહનીય. આ મેહનીય કર્મને જીતવાથી બીજાં કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે. આ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રથી મહ કર્મને સમૂળ નાશ થાય છે. મેહના નાશથી બીજાં કમે અવશ્ય નાશ પામે છે એટલા માટે જ નવકાર મંત્રમાં જ “સરવપાવપણાસણે” એવું પદ મૂક્યું છે.
નમસ્કાર મંત્રથી મેહનીય કર્મ શી રીતે નાશ પામે છે; તે વિચારીએ. મેહનીય કર્મમાં પણ દર્શન મેહનીય પ્રબળ છે. નમસ્કારમંત્રનાં પ્રથમ પદ “નમે અરિહંતાણું” થી દર્શનમોહનીય છતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા અરિહંત પ્રભુને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સીધી