________________
४५६
श्री मल्लिनाथ चरित्र कुलामात्यैरपि द्यूताद्, निषिद्धो नैषधिस्ततः । तद्वचो नहि शुश्राव, सद्यो भूताभिभूतवत् ।।१२३।। पृथिवीं हारयामास, सान्तःपुरपरिच्छदाम् । नलो मुमोचाऽथ सर्वं, गात्रादाभरणादिकम् ।।१२४।। कूबरो नलमूचे च, नल ! राज्यं परित्यज । राज्यं ममेदमभवत्, पाशैर्बद्धमिवाधिकम् ॥१२५।। न दूरे दोष्मतां राज्यमिति जल्पन्नलोऽथ तम् ।
संव्यानमात्रद्रविणः, प्रचचाल कलानिधिः ॥१२६।। દુઃખી થતી સ્વસ્થાને ગઈ. (૧૨૨)
ભાવિભાવથી નળ હારે દૈવજોગ. અનુકૂળ અક્ષ પડે નહિ, લોક ધરે મનશોગ. હવે કુલીન અમાત્યોએ પણ નળરાજાને જુગારથી બહુરીતે નિવાર્યો છતાં ભૂતથી આવિષ્ટ થયેલાની જેમ તેમનું વચન પણ નળરાજાએ સાંભળ્યું નહિ (૧૨૩)
એમ જુગાર રમતાં નળરાજા અંતઃપુર અને પરિવાર સહિત સમસ્તપૃથ્વી હારી ગયા. એટલે તેણે પોતાના શરીરના અલંકારાદિ ઘુતમાં મૂક્યા. (૧૨૪)
તે પણ હારી ગયા તે વખતે કૂબર નળને કહેવા લાગ્યો કે, “હે નળ ! રાજય છોડી દો. કારણ કે પાશથી જાણે અધિક બદ્ધ થયું હોય તેમ એ રાજય હવે મારું થયું છે.” (૧૨૫)
આ પ્રમાણે સાંભળી “બળવાન પુરુષોને રાજ્ય દૂર નથી.” એમ કૂબરને કહેતા કળાનિધાન, પહેરેલા વસ્ત્ર રાજ્ય તજી ચાલતા થયા. (૧૬)