________________
श्री मल्लिनाथ चरित्र
नृपोऽवदद् यशःशेषो, नलोऽभूत् श्वः स्वयंवरः । वैदर्भ्या भविताऽऽहूतः, षड्याम्या याम्यहं कथम् ? ॥४९५||
५३४
कुब्जो जगाद भूपाल !, विषादं मा कृथा वृथा । अश्वान् समार्पय रथं, कुण्डिनं त्वां नये लघु ॥४९६||
गृहाण स्वेच्छयेत्युक्ते, राज्ञा कुब्जोऽग्रहीद् रथम् । सर्वलक्षणसंपूर्णी, जात्यावश्वौ च स स्वयम् ॥ ४९७॥ सर्वत्र विज्ञं विज्ञाय, तं दध्यौ दधिपर्णराट् । असावनन्यसामान्यो, सुरो विद्याधरोऽथवा ॥ ४९८ ॥
શકે.” (૪૯૪)
રાજા બોલ્યો કે, “નળરાજા મરણ પામ્યા છે તેથી આવતીકાલે દમયંતીનો ફરી સ્વયંવર થવાનો છે. ત્યાં મને આમંત્રણ છે. પણ છ પહોરમાં મારે ત્યાં શી રીતે પહોંચવું ?” (૪૯૫)
એટલે કુબ્જ બોલ્યો કે-”હે રાજન ! ફોગટ ખેદ ના કરો. અશ્વો અને ૨થ મને સોંપી દો. એટલે તમને સત્ત્વર કુંડિનપુરમાં પહોંચાડી દઉં.” (૪૯૬)
આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા રાજાએ કહ્યું કે, “તારી ઇચ્છા મુજબ રથ અને અશ્વો લઈ લે. એટલે કુબ્જે પોતે મનગમતો રથ અને સર્વ લક્ષણથી પૂર્ણ બે જાતિવંત અશ્વો લીધા.” (૪૯૭)
આ હકીકતથી સર્વકળામાં તેને કુશળ જાણી દષિપર્ણરાજા ચિંતવવા લાગ્યો કે, “આ કોઈ સામાન્ય પુરુષ નથી. પણ કોઈ દેવ કે વિદ્યાધર લાગે છે.” (૪૯૮)
પછી રથમાં અશ્વો જોડી કુબ્જે રાજાને કહ્યું કે આ રથમાં