________________
८९३
અષ્ટમ: :
क्षुधाक्षामं प्रियं वीक्ष्य, मोदकाऽऽनयनाशया । अध्यासामास दार्वश्वं मूर्तेवाऽऽकाशदेवता ॥४९०॥ गत्वा वातायने मुक्तो, तयाऽसौ नृपकन्यया । प्राविशत् सा निजागारं, सम्पूण मोदकादिभिः ॥४९१॥ इतश्च वात्यया कामं, पातितस्तुरगः क्षितौ । अभाङ्क्षीत् तटिनीनाथमध्यस्खलितपोतवत् ॥४९२॥ यावदागाद् महीपालकन्यका मोदकान्विता । तावदेक्षत दार्वश्वस्तया भग्नो भुवस्तले ॥४९३।। प्रतिकूलमहो ! दैवं, सर्वतो विपदावहम् । हहा ! पुरातनाऽऽचीर्ण, कर्मोदग्रं ममाधुना ॥४९४॥
લાવવાની ઇચ્છાથી સાક્ષાત્ આકાશ દેવતાની જેમ રાજકુમારી પેલા કાષ્ટના અશ્વ ઉપર બેસી પોતાના મહેલમાં આવી (૪૯૦)
અને મહેલની બારી ઉપર અશ્વમૂકી તે રાજકન્યા મોદકાદિ લેવા માટે પોતાના આવાસમાં ગઈ. (૪૯૧)
એવામાં અત્યંત પવનથી સમુદ્રમાં અલના પામતા જહાજની જેમ તે અશ્વ જમીન ઉપર પડી ગયો. (૪૯૨)
અને ભાંગી ગયો હવે રાજપુત્રી ઉતાવળી મોદક લઈ ત્યાં આવી એટલે તેણે કાઇ અશ્વને જમીન ઉપર પડેલો અને ભાંગી ગયેલો જોયો. (૪૯૩)
એટલે તેણે ચિંતવ્યું કે, “અહો ! દેવ પ્રતિકૂળ હોય તો બધું અનર્થકારી થાય છે. અત્યારે મને પૂર્વનું ઉચકર્મ ઉદયમાં આવ્યું જણાય છે. (૪૯૪)