________________
८९४
श्री मल्लिनाथ चरित्र अनुकूलो विधिः पाति, पितेव व्यसनेऽप्यलम् । प्रतिकूलः पुनन्यायमार्गनिष्ठं जुगुप्सते ॥४९५।। वारिधौ गमनं पत्युभङ्गो मे दारुवाजिनः । सर्वे काष्टावहं जातं, मम भाग्यविपर्ययात् ॥४९६।। दृष्टे प्रिये ममावश्यं, भोक्तव्यं नान्यथा खलु । एवं नियममाधत्त, प्रेमपादपदोहदम् ॥४९७।। इतश्च भूपतेः सूनुर्निद्रया मुमुचे तदा । न चाऽद्राक्षीत् प्रियां प्रेमस्वर्णस्वर्णाद्रिचूलिकाम् ॥४९८।। किं श्रीभ्रान्त्या समाहूता, पयसां निधिना प्रिया । उत श्रीपतिना जहे चिन्तयामासिवानिति ? ॥४९९।।
જો અનુકૂળ હોય તો પિતાની જેમ સંકટમાં પણ તે સંભાળ રાખે છે. અને પ્રતિકૂળ થતા ન્યાયમાર્ગે ચાલનાર છતાં પણ નિંદાપાત્ર થવાય છે. (૪૯૫)
સમુદ્રના મધ્યમાં પતિને એકલા મૂકીને અહીં આવવું અને અહીં કાષ્ઠના અશ્વનો ભંગ થવો. આ બધું ભાગ્યના વિપર્યયથી જ મને પ્રાપ્ત થયું છે. (૪૯૬)
પરંતુ હવે પતિના દર્શન થાય ત્યારે જ મારે ભોજન કરવું. અન્યથા ભોજનનો ત્યાગ છે.” આ પ્રમાણેની પ્રેમવૃક્ષના દોહદ સમાન ઘણો તીવ્ર નિયમ તેણે ધારણ કર્યો. (૪૯૭)
અહીં રાજપુત્ર નિદ્રાનો ત્યાગ કરી પ્રેમરૂપ સુવર્ણને માટે સુવર્ણાચલની ચૂલિકા સમાન પોતાની પ્રિયાને જોવા લાગ્યો.
(૪૯૮)
પરંતુ તેને કોઈપણ જગ્યાએ દીઠી નહીં. એટલે ચિંતવવા