________________
મચ્છમ: સઃ प्रभोश्चित्योद्भवं भस्म, पुमांसो जगृहुस्ततः । पवित्रं वन्द्यमर्थ्य च, सर्वमेवाऽर्हतां शुचि ॥५७७॥ चितास्थाने प्रभोः स्तूपमकुर्वत दिवौकसः । नानारत्नमयं रत्नाचलशृङ्गमहोदयम् ॥५७८।। निर्वाणमहिमामेवं, कृत्वा मल्लिजिनेशितुः । ययुर्नन्दीश्वरद्वीपे, कर्तुमष्टाह्निकोत्सवम् ॥५७९।। गत्वा स्वमथ स्थानं तन्माणवस्तम्भमूर्धसु । स्वामिदंष्ट्रां न्यधुः शक्रा, भक्ति मूर्त्तामिव प्रभोः ॥५८०॥ कौमारव्रतपर्याय, आयुर्मल्लिजिनेशितुः । वर्षाणां पञ्चपञ्चाशत्, सहस्राण्यभवन् प्रभोः ॥५८१।। બીજા ઈંદ્રો તથા દેવતાઓએ ભગવંતના દાંત અને અસ્થિ પ્રહણ કર્યા. (૫૭૬)
ભગવંતની ચિતાની ભસ્મ માનવોએ ગ્રહણ કરી. જિનેશ્વરોનું સર્વ અંગ અને ભસ્માદિ સર્વ પવિત્ર હોવાથી તે વંદ્ય અને પૂજય હોય છે (૫૭૭)
પછી ભગવંતની ચિતાના સ્થાને દેવોએ એક સૂપ બનાવ્યો. તે અનેક પ્રકારના રત્નમય હોવાથી રત્નાચળના શૃંગ સમાન શોભવા લાગ્યો. (૫૭૮)
આ પ્રમાણે શ્રી મલ્લિનાથભગવંતનો નિર્વાણ મહોત્સવ કરીને દેવતાઓ નંદીશ્વરદ્વીપે અઠ્ઠાઈમહોત્સવ કરવા ગયા (૫૭૯)
અને અઠ્ઠાઈમહોત્સવ કરીને પોતપોતાના સ્થાને જઈ ઇંદ્રોએ ભગવંતની દાઢા પૂર્ણભક્તિવડે માણવકસ્તંભની ઉપર રહેલા દાબડાઓમાં સ્થાપન કરી. (૫૮૦)
ભગવંતે સંસારીપણામાં (સોવર્ષ) કૌમારવ્રત પાળ્યું હતું.