________________
९१४
प्रशस्तिः यस्योच्चैः परिपाकपेशलतरां तृप्तिं प्रदत्तेऽङ्गिनां, व्याख्यापर्वणि भारती रसवती लावण्यपुण्या भृशम् । एतद् नूनमजीर्णमप्यविकलं यस्याः सुखं निस्तुषं, श्रीमानेष रविप्रभः स विजयी स्तात् सूपकारः परः ॥४॥ विविधग्रन्थनिर्माणविरञ्चिरुचिरों गुरुः ।। योऽभूद् रजोगुणो नैव, नालीकस्थितिमान् क्वचित् ॥५॥ श्रीमदैवततुङ्गशैलशिखरे सुध्यानलीनायुषा, स्वायुःकर्मतरुप्रपातवशतो लेभे गतिस्ताविषी । भव्यव्रातमनःकुरङ्गशमकृत् तत्पट्टभूषाकरो, रामः श्रीनरसिंहसूरिरभवत् विद्यात्रयीपावनः ॥६॥
અત્યંત પેશલ એવી તૃપ્તિ આપે છે અને જે વાણીથી અજીર્ણ (અનશ્વર) છતાં પણ અવિકલ અને નિર્મળ સુખ પ્રાપ્ત થાય છે એવા નવીન સૂપકાર જેવા શ્રીમાન રવિપ્રભ નામે વિજયવંત આચાર્ય થયા. (૪)
વિવિધ પ્રકારના ગ્રંથોની રચનામાં જે ગુરૂ બ્રહ્મા સમાન હતા, છતાં તે રજોગુણી કે અસત્ય સ્થિતિવાળા કદાપિ ન હતા. (૫)
તેમના પટ્ટને શોભાવનારા, રામચંદ્રની જેમ ભવ્યજનોના મનોરૂપ હરિણને આનંદ આપનારા ત્રણ પ્રકારની વિદ્યાઓથી પાવન અને શ્રીમાનું રૈવતાચળના ઉંચા શિખરપર સુધ્યાનમાં લીન થઈને પોતાના આયુરૂપ તરૂના પ્રપાતયોગે જેઓ સ્વર્ગતિને પામ્યા છે એવા જયવંત શ્રીનરસિંહસૂરિ નામે આચાર્ય થયા. (૯)
ત્યાર પછી નિરંતર પાંચ સમિતિના આરાધનામાં તત્પર, ત્રણ ગુપ્તિ અને ત્રણ શક્તિને ધારણ કરનાર, પાંચ મહાવ્રતરૂપ વલ્લભ ૨. સૈવી !