________________
तत्क्षणं प्रगुणीचक्रे देवशक्त्या तया हयः । अचिन्त्यं किल देवीनां, शक्तिविस्फूर्तिवैभवम् ॥५१८॥ देव्यगाद् मन्दिरं स्वीयं, कुमारोऽपि तुरङ्गमम् । अध्यासामास वेगेन, प्रियया सह तत्क्षणम् ॥५१९॥ इतश्च शङ्खभूपेन, सूत्रभृद् विधृतो हठात् । पूर्णेषु षट्सु मासेषु, नागते नन्दने सति ॥५२०॥ नृपः प्रगुणयाञ्चके, सूत्रधारकृते चिताम् । भूभुजो यमवद् रुष्टास्तुष्टा धनदवद् यतः ॥५२१॥
(૫૧૭)
એટલે દેવીએ તરત જ પોતાની શક્તિથી તે કાષ્ઠના અશ્વને સજ્જ કર્યો. ખરેખર ! દેવદેવીઓની શક્તિમાં અચિંત્યમહિમા રહેલો હોય છે.” (૫૧૮)
પછી દેવી પોતાના સ્થાને ગઈ અને રાજકુમાર સત્વર પોતાની પ્રિયા સહિત એ અશ્વ ઉપર બેઠો. (૫૧૯)
છ માસ પર્યત કુમારનો વિરહ.
સુથારનો ચિતામાં અનલદાહ. આ બાજુ છ માસની પૂર્ણાહૂતિ થવા છતાં કુમાર ન આવ્યો એટલે “શંખરાજાએ બલાત્કારથી તે સુથારને પકડાવ્યો. (પ૨૦)
અને તેને બાળી દેવા માટે એક ચિતા તૈયાર કરાવી.” ખરેખર રાજાઓ રૂટમાન થાય ત્યારે યમ જેવા થાય છે. અને તુષ્ટમાન થાય ત્યારે કુબેર જેવા થાય છે. (પ૨૧)
પછી વિરસ વાજીંત્રોના નાદ સાથે, પૌરજનોનાં દેખતાં,